નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે મોડી સાંજે પુર્ણ થઇ ચુક્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર બીએસએફના ફરજમુક્ત જવાન તેજ બહાદુર યાદવનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વારાણસીના સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તેજબહાદુર યાદવ કહેતા જોવા મળી રહ્યા છે કે જો કોઇ મને 50 કરોડ રૂપિયા આપે તો હું વડાપ્રધાન મોદીની હત્યા કરી દઇશ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તેજબહાદુર યાદવનું ઉમેદવારી પત્ર રદ્દ થઇ ગયું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા આ વીડિયોની પૃષ્ટી Zee Media નથી કરતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM

કોઇ ભારતીય પૈસા આપશે તો મારી દઇશ-તેજબહાદુર યાદવ
સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તેજ બહાદુર યાદવની સાથે બેઠેલા એક વ્યક્તિ તેમને કહેતા દેખાઇ રહ્યા છે કે તમે 24 કલાકમાં મોદીને મારી દઇશ. આ અંગે તેજ બહાદુર કહે છે કે 50 કરોડ અપાવી દો તો મારી દઇશ. ત્યાર બાદ બીજો વ્યક્તિ કહી રહ્યો છે કે ભારતમાં તો કોઇ પૈસા નહી આપે, પાકિસ્તાનથી મળી શકે છે. તેનાં જવાબમાં તેજ બહાદુરે કહ્યું કે, હું મારા દેશ માટે વફાદાર છું. દેશ સાથે ગદ્દારી નહી કરુ. જો અહીંથી કોઇ 50 કરોડ આપશો તો એકાઉન્ટમાં પૈસા આવ્યાનાં 72 કલાક બાદ મોદીને મારી દઇશ. 


રાહુલ ચોર કહે તો યોગ્ય પરંતુ PM મોદી ચોર કહે તો આચાર સંહિતાનું ઉલ્લંઘન: જેટલી



VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી


તેજ બહાદુરનું નિવેદન પરેશાન કરનારુ છે
આ વીડિયો અંગે ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સપા ઉમેદવાર તેજબહાદુર યાદવનું નિવેદન ખુબ જ પરેશાન કરનારુ છે. આપણે વીડિયોમાં જોઇ શકીએ છીએ  તેઓ કોઇ રીતે કેટલાક લોકોનાં જુથને 50 કરોડ રૂપિયા માટે વડાપ્રધાન મોદીની હત્યા કરવાના કાવત્રાની વાત કરી રહ્યા છે. જીવીએલએ કહ્યું કે, કોંગ્રેસ જેવી પાર્ટી સરકારના બદલે એવી અસામાજીક શક્તિઓ પાછળ ઉભી રહી જાય છે, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, તથ્ય એટલું જ તેમને સપાએ વારાણસીથી પોતાનાં ઉમેદવાર જાહેર કર્યા હતા. રાવે કહ્યું કે, અમે આની નિંદા કરીએ છીએ અને આશા રાખીએ કે આ ધમકીઓ મુદ્દે ધ્યાન આપશે.