OBC અનામત પર સરકારને મળ્યો વિપક્ષનો `પૂરેપૂરો સાથ`!, લોકસભામાં Constitution Amendment Bill પાસ
લોકસભામાં આજે બંધારણ સંશોધન બિલ (Constitution Amendment Bill in Lok Sabha) પાસ થઈ ગયું. મત વિભાજન દ્વારા આ બિલ સંસદમાં પાસ થયું છે. આ બિલના પક્ષમાં 385 મત પડ્યા જ્યારે વિરોધમાં કોઈ મત ન પડ્યો. એટલે કે ઓછામાં ઓછું બે તૃતિયાંશ બહુમતીથી આ બિલ પાસ થયું.
નવી દિલ્હી: લોકસભામાં આજે બંધારણનું 127મું સંશોધન બિલ (Constitution Amendment Bill in Lok Sabha) પાસ થઈ ગયું. મત વિભાજન દ્વારા આ બિલ સંસદમાં પાસ થયું છે. આ બિલના પક્ષમાં 385 મત પડ્યા જ્યારે વિરોધમાં કોઈ મત ન પડ્યો. એટલે કે ઓછામાં ઓછું બે તૃતિયાંશ બહુમતીથી આ બિલ પાસ થયું.
આ અગાઉ બિલ પર વિસ્તારથી ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે આ બિલ આવ્યા બાદ રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર મળી જશે અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે. કોંગ્રેસસહિત તમામ પક્ષોએ આ બિલનું સમર્થન કર્યું છે.
આ સત્રમાં આ પહેલો એવો દિવસ હતો કે જ્યારે કોઈ બિલ પર શાંતિપૂર્ણ રીતે ચર્ચા થઈ. સમગ્ર વિપક્ષે ઓબીસી સંલગ્ન આ બિલનું સમર્થન કર્યુ. આ સાથે જ કેટલાક પક્ષોએ સરકાર પાસે એવી પણ માંગણી કરી કે ઓબીસી અનામતની 50 ટકા મર્યાદાને વધારવાની વ્યવસ્થા કરવામાં આવે.
કેન્દ્રીય મંત્રીએ આપ્યો વિપક્ષના સવાલનો જવાબ
વિપક્ષી સાંસદોના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું કે જે પ્રકારે સદને બિલનું સમર્થન કર્યું તે સ્વાગત યોગ્ય છે. તેમણે કહ્યું કે ભાજપની નીતિ અને નિયત સાફ છે. કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે જ્યારે 102મું સંશોધન લાવવામાં આવ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે તેનું સમર્થન કર્યું હતું. આથી હવે કોંગ્રેસ પાસે સવાલ ઉઠાવવાનો નૈતિક અધિકાર નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube