લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું
દેશનાં 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થઇ ગયું હતું
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ગુરૂવારે સાંજે છ વાગ્યે પુર્ણ થઇ ગયું. દેશનાં 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થઇ ગયું હતું. પહેલા તબક્કામાં સૌથી વધારે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં મતદાતાઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો. બિહાસમાં સૌથી ઓછુ મતદાન થયું. કેટલીક સીટો પર સાંજે ચાર વાગ્યા સુધી, કેટલીક પર પાંચ વાગ્યા સુધી અને કેટલાક પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું.
હિંદૂ, બૌદ્ધ, જૈન, શીખ શરણાર્થીઓ સિવાયનાં દરેક ઘુસણખોરને ખદેડી દઇશું: ભાજપ
પહેલા તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ, મેઘાલય, ઉતરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને તેલંગાણાની તમામ સીટો પર મતદાન થયું. આંધ્રપ્રદેશની 25 સીટો પર 66 ટકા, ઉતરાખંડની પાંચ સીટો પર 57.85, તેલંગાણાની 17 સીટો પર 60 ટકા, સિક્કીમ, મિઝોરમ અને નાગાલેન્ડની એક-એક સીટો પર ક્રમશ 69, 60 અને 79 ટકા મતદાન થયું. ત્રિપુરાની એક સીટ પર 81.8 ટકા અને અસમની પાંચ સીટો પર 68 ટકા મતદાન થયું. પશ્ચિમ બંગાળની બે સીટો પર 81 ટકા મત પડ્યા.
મોદીનું સમર્થન કરી રહેલું પાકિસ્તાન ઇચ્છે છે ભારતમાં તોફાનો થાય: કેજરીવાલ
લોકસભા 2019: પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ, ત્રિપુરા- બંગાળનું વોટિંગ 80% પાર
કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર અને લક્ષદ્વીપની એક એક સીટ પર ક્રમશ 70.67 અને 66 ટકા મત પડ્યા હતા.
છત્તીસગઢની એક સીટ પર 56 ટકા મત પડ્યા હતા. જમ્મુ કાશ્મીરની બે સીટ પર 54.49 ટકા મતદાન થયું
અરૂણાચલ પ્રદેશની બે સીટો પર 66 ટકા, બિહારની ચાર સીટો પર 50 ટકા અને મહારાષ્ટ્રની સાત સીટો પર 56 ટકા મતદાન થયું.
મેઘાલયની બે સીટો પર 67.16 ટકા અને ઓરિસ્સાની ચાર સીટો પર 68 ટકા મતદાન થયું.
કોંગ્રેસે તુગલક રોડ ચૂંટણી ગોટાળો કર્યો, MPને બનાવ્યું ATM : આસામમાં PM મોદી
આ દિગ્ગજોની કિસ્મત ઇવીએમમાં કેદ
પહેલા તબક્કામાં જે દિગ્ગજોની કિસ્મત ઇવીએમમાં કેદ થઇ ગઇ છે તેમાં નીતિન ગડકરી (નાગપુર), અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ), અજીત સિંહ (મુજફ્ફરનગર), વીકે સિંહ (ગાઝીયાબાદ), ડૉ મહેશ શર્મા (ગૌતમબુદ્ધ નગર), જયંત ચૌધરી (બાગપત), ચિરાગ પાસવાન (જમુઇ)નો સમાવેશ થાય છે. હિન્દુસ્તાની અવામ મોર્ચા (હમ)ના પ્રમુખ તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી (ગયા) અને ઉતરાખંડના પુર્વ સીએમ રહીશ રાવત (નૈનીતાલ- ઉદમસિંહ નગર) પણ મેદાનમાં છે.