લોકસભા 2019: પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ, ત્રિપુરા- બંગાળનું વોટિંગ 80% પાર
લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)નાં પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 લોકસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પહેલા તબક્કાનાં મતદાન મુદ્દે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલિંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોકો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)નાં પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 લોકસભા સીટો માટે મતદાન થઇ રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પહેલા તબક્કાનાં મતદાન મુદ્દે મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલિંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોકો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પહેલા તબક્કાનું મતદાન શાંતિપુર્ણ રહ્યું. લોકસભા ચૂંટણી બીજા તબક્કાનું મતનાદ 18 એપ્રીલે થશે. પંચના અનુસાર અંદમાન નિકોબારમાં કુલ 70.67 ટકા મતદાન થયું. છત્તીસગઢનાં બસ્તર લોકસભા સીટ પર 56 ટકા મતદાન થયું. તેલંગાણામાં 60 ટકા મતદાન થયું. આંધ્રપ્રદેશમાં 66 ટકા મતદાન થયું. ચૂંટણી પંચના અનુસાર આ આંકડા સાંજે 5 વાગ્યા સુધીનાં મતદાનનાં છે. અને અંતિમ મતપ્રમાણમાં વધારો થશે. ચૂંટણી પંચના અનુસાર ઉતરાખંડની તમામ 5 લોકસભા સીટો પર મતદાન થયું અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.85 ટકા મતદાન થયું છે. ગત્ત વખતે અહીં 62.15 ટકા મતદાન થયું હતું.
#IndiaElections2019 voter turnout: Andaman & Nicobar Islands (1 seat) - 70.67%, Andhra Pradesh (25 seats) - 66%, Chhattisgarh (1 seat) - 56%, Telangana (17 seats) - 60%, Uttarakhand (5 seats) - 57.85%, Jammu & Kashmir (2 seats) - 54.49%. Final turnout is expected to rise. pic.twitter.com/UBohsV7vMA
— ANI (@ANI) April 11, 2019
સાંજે 5 વાગ્યા સુધી બિહારમાં 50.26, તેલંગાણામાં 60.57, મેઘાલયમાં 62, ઉત્તરપ્રદેશમાં 59.77, મણિપુરમાં 78.20, લક્ષદ્વીપમાં 65.9 ટકા અને અસમમાં 68 ટકા મતદાન થયું છે. અસમમાં પહેલા તબક્કામાં 5 સીટો પર મતદાન થયું. સાંજે 5 વાગ્યા સુધી અહીં 65 ટકા મતદાન થયું હતું. પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ભારે મતદાન જોવા મળી રહ્યું છે. અહીં 3 વાગ્યા સુધીમાં 69.94 ટકા મતદાન થઇ ચુક્યું હતું. પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળની બે સીટ કુચ બિહાર, અલીપુર દ્વારામાં મતદાન થઇ રહ્યું છે. નાગાલેન્ડ અને મિઝોરમમાં આશરે 70 ટકા મતદાન થઇ રહ્યું છે.
લોકસભા ચૂંટણી (lok sabha elections 2019) ના પહેલા તબક્કા માટે મતદાન આજે સવારે સાત વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના હેઠળ 20 રાજ્યોની 91 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ સીટો પર કુલ 1279 ઉમેદવાર ચૂંટણી મેદાને છે. પહેલા તબક્કાનું મતદાનમાં મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં પોલીંગ બુથો પર મતદાતાઓની લાંબી લાઇનો લાગેલી છે. લોગો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.
પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ભારે મતદાન થઇ રહ્યું છે. 3 વાગ્યા સુધી 69.94 મતદાન થઇ ચુક્યું છે. પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળની બે સીટ કુચ બિહાર, અલીપુરદ્વારામાં મતદાન કરવામાં આવી રહ્યું છે. નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ આશરે 70 ટકા મતદાન કરવામાં આવી ચુક્યું છે. બપોરે 3 વાગ્યા સુધી યુપીમાં 51 ટકા, લક્ષદ્વીપમાં 51.25 ટકા, નાગાલેન્ડમાં 68 ટકા, મિઝોરમમાં 55.20 ટકા, ત્રિપુરા પશ્ચિમ સીટ પર 68.65 ટકા, પશ્ચિમ બંગાળમાં 69.94 ટકા, તેલંગાણા 48.95 ટકા, અસમમાં 59.5 ટકા અને મેઘાલયમાં 55 ટકા, ઉતરાખંડમાં 46.59 ટકા અને મણિપુરમાં 68.90 ટકા મતદાન થયું. બીજી તરફ મહારાષ્ટ્રની લોકસભા સીટ પર 38.35 ટકા મત પડ્યા હતા.
આંધ્રમાં મતદાન દરમિયાન હિંસાનો કિસ્સો સામે આવ્યો છે. અહીના અનંતપુરમાં ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મળતી માહિતી અનુસાર વાઇએસઆર કોંગ્રેસનાં કાર્યકર્તાઓનાં હુમલામાં તદીપત્રી વિસ્તારનાં સ્થાનીક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા કરી દેવાઇ હતી. તે ઉપરાંત આંધ્રના અનેક વિસ્તારમાં વાઇએસઆરનાં કાર્યકર્તાઓની હિંસાના સમાચાર આવી રહ્યા છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીડીપી હિંસા ફેલાવવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે