અમદાવાદ : આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારુ ભાજપ જ્યારે ભાંખોડીયા ભરતું બાળક હતું ત્યારે સૌપ્રથમ તેનો હાથ ગુજરાતે અને તેમાં પણ ઉત્તરગુજરાતે પકડ્યો હતો. 1980માં પાર્ટીની સ્થાપના બાદ પ્રથમ વખત 1984ની લોકસભા ચૂંટણી લડાઇ ત્યારે ભાજપને માત્ર 2 જ સીટો આવી હતી. તે બે પૈકીની એક સીટ મહેસાણા સીટ હતી. આ 2 સીટથી હાલ ભાજપ 284 સુધી પહોંચ્યું છે. જો કે ઉત્તરગુજરાત પર પહેલાથી જ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ઉત્તરગુજરાતે દેશને બે વડાપ્રધાન પણ આપ્યા છે. એક વડાપ્રધાન મોદી જે હાલ વડાપ્રધાન છે. ઉપરાંત અટલ બિહારી વાજપેયી કે જેઓ ગાંધીનગર સીટ પરથી લોકસભા લડી ચુક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ભાજપનાં ગઢગણાતા ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં હાલ ભાજપની સ્થિતી નબળી પડી હોય તેવું દેખાઇ રહ્યું છે. સ્થાનીક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં તેનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહ્યું છે. ઉપરાંત મહેસાણા, ગાંધીનગર જેવી સેઇફ ગણાતી સીટો પર ભાજપ હાલ સંઘર્ષ કરી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1996ની ચૂંટણી પછી બદલાયા ત્રણ વડાપ્રધાન


- 1947માં દેશ આઝાદ થયા બાદ  પ્રથમ લોકસભા ચૂંટણી 1962માં યોજાઇ હતી. ત્યારે કુલ 22 લોકસભા સીટો હતી. ચૂંટણી બાદ 16માં કોંગ્રેસનો વિજય થયો 1 નુતન મહાગુજરાત જનતા પારીષદ, 1 પ્રજો સોશ્યલીસ્ટ પાર્ટી, 4 સ્વતંત્રતા પાર્ટી નામનાં પક્ષે કબ્જે કરી હતી. 
- 1967માં બીજી લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં કુલ 24 લોકસભા સીટો હતી. જેમાં 11માં કોંગ્રેસ, 12 સ્વતંત્રતા પાર્ટી જ્યારે 1 સીટ અપક્ષનાં ફાળે ઘઇ હતી. 
- 1971માં ત્રીજી લોકસભા ચૂંટણી સમયે 11 કોંગ્રેસે જીતી હતી, 11 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (NCO કોંગ્રેસમાંથી જ અલગ થયેલો એક ભાગ),2 સ્વતંત્રતા પાર્ટી જીતી હતી. 
- 1977 ચોથી લોકસભા ચૂંટણીમાં 10 કોંગ્રેસ જ્યારે 16 ભારતીય લોકદળનાં ખાતે ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેર સિંમાંકન બાદ ગુજરાતમાં લોકસભાની સીટો વધીને 26 થઇ ચુકી હતી. 
- 1980 પાંચમી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પારો ગુજરાત ખાતે સાતમે આસમાને હતો. ત્યારે કોંગ્રેસે 26માંથી 25 સીટો પર કબ્જો કર્યો હતો જ્યારે 1 માત્ર સીટ જનતા પાર્ટીના ખાતે ગઇ હતી. 
- 6 એપ્રીલ 1980ના દિવસે ભાજપ પક્ષની સ્થાપના થઇ અને 1984માં તે પ્રથમ લોકસભા લડ્યું. જો કે સમગ્ર દેશમાં માત્ર 2 સીટો જ આવી હતી. જે પૈકી એક ગુજરાતનાં મહેસાણામાં ડૉ. એ.કે પટેલની હતી. જ્યારે બીજી હનામકોંડા આંધ્રપ્રદેશની હતી. 


ભાજપે ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારો જાહેર કર્યા, ગોરખપુરથી ભોજપુરી સ્ટાર રવિ કિશન મેદાનમાં
- 1984 છઠ્ઠી લોકસભા ચૂંટણી યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યું હતું. આ ચૂંટણી સમયે કોંગ્રેસનાં ખાતે 24 સીટો ગઇ હતી 1 ભાજપનાં ખાતે જ્યારે એક અપક્ષના ખાતે ગઇ હતી. 
- 1989માં સાતમી વિધાનસભા ચૂંટણી સમયે ભાજપ ગુજરાતને પોતાનો ગઢ બનાવી ચુક્યું હતું. આ ચૂંટણીમાં ભાજપનાં ખાતે 12 તો કોંગ્રેસનાં ખાતે માત્ર 2 ગઇ હતી જ્યારે અન્ય 11 જનતા દળનાં ખાતે ગઇ હતી. 
- 1991 આઠમી લોકસભા ચૂંટણીમાં ભાજપનાં ખાતે 20 સીટ, 5 કોંગ્રેસનાં ખાતે જ્યારે 1 જનતા દળનાં ખાતે ગઇ હતી. 
- 1996 નવી લોકસભા ચૂંટણીમાં ભાજપનાં ખાતે 16 અને કોંગ્રેસનાં ખાતે 10 સીટો ગઇ હતી. 
- 1998 દસમી લોકસભા ચૂંટણી સમયે 19 ભાજપનાં ખાતે જ્યારે 07 કોંગ્રેસનાં ખાતે ગઇ હતી. 
- 1999  અગિયારમાં લોકસભા ચૂંટણી સમયે 20 ભાજપનાં ખાતે જ્યારે 06 સીટો કોંગ્રેસનાં ખાતે ગઇ હતી. 
- 2004 બારમી લોકસભા લોકસભા ચૂંટણી દરમિયાન 14 ભાજપનાં ખાતે અને 12 કોંગ્રેસનાં ખાતે ગઇ હતી. 
- 2009 તેરમી લોકસભા ચૂંટણી સમયે 14 સીટો ભાજપ અને 12 કોંગ્રેસનાં ખાતે ગઇ હતી. 
- 2014 ચૌદમી લોકસભા ચૂંટણી સમયે ભાજપનો સુર્ય મોદી થકી મધ્યાહને તપી રહ્યો હતો અને ભાજપે ક્લિન સ્વિપ કરી હતી. તમામ 26 સીટો ભાજપે કબ્જે કરી લીધો હતો. કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યું નહોતું. 



ગુજરાત લોકસભાની તવારીખ
વર્ષ ભાજપ કોંગ્રસ અન્ય કુલ
2014 26 0 0 26
2009 14 12 0 26
2004 14 12 0 26
1999 20 6 0 26
1998 19 7 0 26
1996 16 10 0 26
1991 20 5 1 JD 26
1989 12 3 11 JD 26
1984 1 24 1JP 26
1980 0 25 1 JP 26
1977 0 10 16 BLD 26
1971 0 11 13 24
1967 0 11 13 24
1962 0 16 6 22

જો મોદી જીત્યા તો કાં તો મને જેલમાં મોકલી દેશે, નહીં તો ગોળી મરાવી દેશે: શરદ યાદવ
આઝાદી બાદથી ક્યારે પણ કોંગ્રેસ ક્લિન સ્વિપ નથી કરી શકી
દેશને આઝાદી બાદથી જ રાજનીતિમાં કદ્દાવર પાર્ટી રહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સમગ્ર દેશમાં દબદબો રહ્યો છે. અનેક દશકો સુધી દેશ પર રાજ કરી ચુકેલ કોંગ્રેસ ગુજરાતમાં પ્રદર્શન એકંદરે નબળું જ રહ્યું છે. સૌથી નોંધનીય બાબત છે કે 1962થી માંડીને 2014 સુધીની લોકસભા ચૂંટણીમાં એક પણ વાર ક્લિન સ્વિપ કરી શકી નથી. જ્યારે ભાજપે 2014માં ક્લિન સ્વિપ કરતા તમામ 26 સીટો પર કબ્જો જમાવ્યો હતો. 


ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

બે દાયકાથી પણ વધારે સમય સુધી બે રાષ્ટ્રીય પાર્ટીઓનો જ દબદબો
ગુજરાતમાં 1996ની લોકસભામાં ભાજપનાં ખાતે 16 સીટો ગઇ અને કોંગ્રેસનાં ખાતે 10 સીટો ગઇ તે અગાઉની ચૂંટણીમાં કોઇ પણ અપક્ષ ઉમેદવાર તેમાં જીત પ્રાપ્ત કરી શક્યો નહોતો. ત્યારથી ગુજરાતમાં અનેક નાના પોટા પક્ષો આવ્યા અને ગયા પરંતુ 2014 એટલે કે બે દાયકાથી પણ વધારે સમય જવા છતા કોઇ અપક્ષ ઉમેદવાર જીતી શક્યો નથી. તમામ ચૂંટણીઓમાં રાષ્ટ્રીય પાર્ટીઓનો જ દબદબો રહ્યો છે. કોઇ બળવાખોર રાજનેતા કે વિદ્યાર્થી નેતા જે વૈચારિક રીતે આ બંન્ને પક્ષોને આંટી મારી શકે તેવો જોવા મળ્યો નથી.