ભાજપે ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારો જાહેર કર્યા, ગોરખપુરથી ભોજપુરી સ્ટાર રવિ કિશન મેદાનમાં

ભાજપે ભોજપુરી અભિનેતા રવિ કિશનને ગોરખપુર લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. ગોરખપુરથી હાલના સાંસદ પ્રવીણ નિષાદને સંત કબીરનગરથી ટિકિટ અપાઈ છે. સંતકબીર નગરથી હાલના સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપીને તેમની જગ્યાએ પિતા રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાથી ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે શરદ ત્રિપાઠી થોડા સમય પહેલા જ 'જૂતાકાંડ'ના કારણે ચર્ચામાં હતાં. 
ભાજપે ઉત્તર પ્રદેશના 7 ઉમેદવારો જાહેર કર્યા, ગોરખપુરથી ભોજપુરી સ્ટાર રવિ કિશન મેદાનમાં

નવી દિલ્હી: ભાજપે ભોજપુરી અભિનેતા રવિ કિશનને ગોરખપુર લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. ગોરખપુરથી હાલના સાંસદ પ્રવીણ નિષાદને સંત કબીરનગરથી ટિકિટ અપાઈ છે. સંતકબીર નગરથી હાલના સાંસદ શરદ ત્રિપાઠીની ટિકિટ કાપીને તેમની જગ્યાએ પિતા રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાથી ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે શરદ ત્રિપાઠી થોડા સમય પહેલા જ 'જૂતાકાંડ'ના કારણે ચર્ચામાં હતાં. 

આમ ભાજપે ઉત્તર પ્રદેશ માટે સાત ઉમેદવારોની આજે જાહેરાત કરી. પ્રતાપગઢથી સંગમલાલ ગુપ્તા, આંબેડકરનગરથી મુકુટ બિહારી, જૌનપુરથી કે પી સિંહ અને ભદોહીથી રમેશ બિંદને ટિકિટ અપાઈ છે. 

જુઓ LIVE TV

ગોરખપુર બેઠક યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ ગણાય છે પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યાં તો તેમણે પોતાની લોકસભા બેઠક છોડવી પડી હતી. ત્યારબાદ થયેલી લોકસભાની પેટાચૂંટણીમાં નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદ સપાના સિમ્બોલથી મેદાને પડ્યા હતાં. તેમને બસપાએ પણ સમર્થન આપ્યું હતું. પરિણામે ભાજપના ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો.

પ્રવીણ નિષાદ આ વખતે પણ સપા-બસપાના મહાગઠબંધનના સંભવિત ઉમેદવાર હતાં પરંતુ ચૂંટણીની પહેલા જ તેઓ પાટલી બદલીને ભાજપમાં જોડાઈ ગયા હતાં. ત્યારબાદ મનાતુ હતું કે તેઓ ગોરખપુરથી ભાજપના ઉમેદવાર બનશે પરંતુ પાર્ટીએ તેમની જગ્યાએ રવિ કિશનને ઉતારીને મોટો દાવ ખેલ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news