ચૂંટણી રેલીને સંબોધિત કરતા કરતા અચાનક ઢળી પડ્યાં ભાજપના ઉમેદવાર
બી.સંજયકુમાર રેલીને સંબોધિત કરતા કરતા અચાનક બેહોશ થઇને ઢળી પડ્યા હતા, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
કરીમનગર : લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પ્રચાર અટકવાનાં થોડો જ સમય બાકી છે. પોતાની જીતને સુનિશ્ચિત કરવા માટે રાજનીતિક દળોનાં ઉમેદવાર પોતાનું સંપુર્ણ જોર લગાવી રહી છે. બીજી તરફ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મંગળવારે કરીમનગર લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર બી. સંજયકુમારની તબીયત અચાનક બગડી ગઇ. મળતીમાહિતી અનુસાર બી.સંજયકુમાર કરીમનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેઓ અચાનક જ બિમાર પડી ગયા હતા.
દંતેવાડામાં નક્સલવાદીઓનો હુમલો, BJP ધારાસભ્યનું મોત, 5 જવાન શહીદ
પ્રાપ્ત માહિતી અનુસાર બી.સંજય કુમાર રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બેહોશ થઇ ગયા. તેઓ બેભાન થઇ જતા થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી. જો કે તેમને તત્કાલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી ખતરાથી બહાર હોવાની માહિતી મળી રહી છે. સંજયની સારવાર કરી રહેલા ડોક્ટરની ટીમે જણાવ્યું કે, સંજય કુમારે હાલ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે.
યોગી આદિત્યનાથે વિપક્ષ પર કર્યો પ્રહાર
ડોક્ટરે જણાવ્યું કે, તેઓ હાલ ખતરાથી બહાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019નાં પહેલા તબક્કા માટે 11 એપ્રીલે મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો પર મતદાન યોજાવા જઇ રહ્યું છે. તેલંગાણાના કરીમનગર સીટ સહિત 17 સીટો પર 11 એપ્રીલે મતદાન થવાનું હતું. ભાજપે બી.સંજય કુમારને કરીમનગર સીટનાં ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ પર તેમની સામે ટીઆરએસના સાંસદ બી.વિનોદ કુમાર અને કોંગ્રેસ ઉમેદવાર પી.પ્રભાકર છે.