દંતેવાડામાં નક્સલવાદી હુમલો, ડ્રાઇવર સહિત BJP ધારાસભ્યનું મોત, 3 જવાન શહીદ

છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત દંતેવાડામાં નક્સલવાદીઓએ ભાજપ ધારાસભ્યનાં કાફલા પર હુમલો કર્યો હતો, શરૂઆત સમાચાર અનુસાર નકસલવાદીઓએ ભાજપ ધારાસભ્યનાં કાફલામાં રહેલી બુલેટપ્રુફ કારને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો છે

દંતેવાડામાં નક્સલવાદી હુમલો,  ડ્રાઇવર સહિત BJP ધારાસભ્યનું મોત, 3 જવાન શહીદ

રાયપુર : છત્તીસગઢમાં નક્સલવાદીઓએ મતદાન પહેલા જ દંતેવાડમાં મોટો હૂમલો કર્યો. નક્સલવાદીઓ વિસ્તારમાંથી પસાર થઇ રહેલા ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનાં કાફલાને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં ગાડીનાં ફુરચા ઉડી ગયા હતા. આ હુમલામાં ધારાસભ્ય, તેના ડ્રાઇવરનાં મોત નિપજ્યા હતા. સાથે રહેસ 3 સુરક્ષા કર્મચારીઓ પણ શહીદ થઇ ગયા હતા. દંતેવાડના એસપી અભિષેક પલ્લવે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીને પોલીસને પહેલા જ આ વિસ્તારમાંથી પસાર નહી થવા અંગે ચેતવવામાં આવ્યા હતા. આમ છતા પણ તેઓ આ વિસ્તારમાં ગયા હતા. 

ધારાસભ્યની કાર સાથે ચાલી રહેલ એક અન્ય વાહનમાં 5 જવાન પણ હતા. તેમની શોધખોળ ચાલી રહી છે. અભિષેકે કહ્યું કે, આ વિસ્તારમાં નકસલવાદી મૂવમેંટના સમાચાર હતા. જેના કારણે હુમલા વાળા વિસ્તારોમાંથી પોલિંગ બુથને પહેલાથી જ ખસેડી દેવામાં આવ્યા હતા. તમામ રાજકીય દળોને આ રોડ પરથી પસાર નહી થવા માટેની ભલામણ કરવામાં આવી હતી. કુઆકોંડા વિસ્તારનાં શ્યામગિરીની નજીક નક્સલવાદીઓએ આ વિસ્ફોટ કર્યો હતો.

છત્તીસગઢનાં નકસલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ એક ભાજપ ધારાસભ્યનાં કાફલા પર હુમલો કર્યો છે. દંતેવાડામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનાં કાફલા પર માઓવાદીએ આઇઇડી હુમલો કર્યો છે. આ હુમલામાં સુરક્ષાદળોનાં 3 જવાન શહીદ થયા હતા. બીજી તરફ આ હુમલામાં ધારાસભ્ય ભીમા મંડાવીએ નું મોત નિપજ્યું છે. ઉપરાંત તેમના ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું છે.  જો કે અત્યાર સુધી આ ઘટના મુદ્દે કોઇ અધિકારીક નિવેદન નથી આપવામાં આવ્યું છે. દંતેવાડા છત્તીસગઢનાં બસ્તર લોકસભા ક્ષેત્રનો વિસ્તાર છે અને અહીં પર આગામી 11 એપ્રીલે મતદાન કરાવવામાં આવનારા છે. 

શરૂઆતી માહિતી અનુસાર હુમલો દંતેવાડા જિલ્લાનાં કુંઆંકોડા વિસ્તારમાં તે સમયે થયો જ્યારેા ધારાસભ્યનો કાફલો અહીંથી પસાર થઇ રહ્યો હતો. આઇઇડી બ્લાસ્ટ કરીને નક્સલવાદીઓએ ધારાસભ્યનાં કાફલામાં સમાવેશ સુરક્ષાદળોનાં એક વાહનને નિશાન બનાવ્યું. સુત્રો અનુસાર હુમલામાં તેઓ આ હુમલા બાદ કાફલમાં રહેલા અન્ય લોકોની વચ્ચે અફડા તફડી મચી ગઇ હતી. હુમલા બાદ સીઆરપીએફ અને અન્ય રાજ્ય પોલીસની ટીમોએ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. 

bheema-mandavi_040919061938.jpg

છત્તીસગઢના નકસલ પ્રભાવિત દંતેવાડમાં નક્સલવાદીઓ ભાજપ ધારાસભ્યનાં કાફલા પર હૂમલો કરી દીધો હતો. શરૂઆતી સમાચાર અનુસાર નક્સલવાદીઓએ ભાજપનાં ધારાસભ્યનાં કાફલામાં રહેલી એક બુલેટપ્રુખ કારને નિશાન બનાવતા મોટો વિસ્ટોફ કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયાની પ્રાથમિક માહિતી છે. ધારાસભ્ય ભીમા માંડવીનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીના હુમલા અંગે ઘણા લાંબા સમય સુધી માહિતી નહોતી મળી. ત્યાર બાદ તેમનાં મોતના સમાચાર આવ્યા હતા. વિસ્ફોટનાં કારણે કાફલમાં આગળ રહેલી ગાડીઓ પર આગ લાગી ગઇહ તી. તેમાં બેઠેલા 5 જવાનો પણ ઘાયલ થઇ ગયા હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચલાવાઇ રહી છે. નક્સલવાદીઓએ IED વિસ્ફોટ બાદ ફાયરિંગ પણ કર્યું. સીઆરપીએફની ટીમ તુરંત જ રેસક્યું માટે રવાના કરી દેવાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news