નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019)ના છઠ્ઠા તબક્કામાં રવિવારે સાત રાજ્યોની 59 સીટો પર મતદાન થયું છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અને તેના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) એ પણ દિલ્હીના લોધી એસ્ટેટમાં મતદાન કર્યું. જો કે મતદાન કર્યાનાં થોડા જ સમય બાદ રોબર્ટ વાડ્રા અચાનક સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા. મતદાન બાદ રોબર્ટ વાડ્રાએ ટ્વીટર પર પોતાની એખ સેલ્ફી શેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન,બંગાળે રેકોર્ડ સર્જયો
આ તસ્વીરમાં વાડ્રા પોતાની શ્યાહી લાગેલી ઉંગલી દેખાડતા જોવા મળી રહ્યા છે. જો કે આ સાથે તેમણે પોતાનાં વોટિંગની અપીલમાં ભારતનાં ત્રિરંગા ઝંડાના બદલે પરાગ્વેનો ઝંડો લીધો. આ સાથે જ તેઓ ટ્રોલર્સનાં નિશાન પર આવી ગયા. જો કે ત્યાર બાદ રોબર્ટ વાડ્રાએ આ ટ્વીટને હટાવીને એક નવી તસ્વીર શેર કરી. જેમાં પરાગ્વેના ઝંડાના બદલે ભારતનો ત્રિરંગો ઝંડો દેખાડી રહ્યા છે. 


અભિનંદન ફરી દુશ્મનોના દાંત ખાટા કરશે: આ અતિમહત્વના એરબેઝની જવાબદારી મળી


કેન્દ્રીય દળોની વર્દી પહેરીને બંગાળમાં BJP અને RSSના ગુંડાઓ ઘુસી રહ્યા છે: મમતા બેનર્જી
મોદી સરકારના હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે: પ્રિયંકા ગાંધી વાડ્રા
બીજી તરફ રોબર્ટ વાડ્રાએ આ ટ્વીટ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે, ભારત મારા હૃદયમાં રહે છે અને હું ત્રિરંગાને સલામ કરુ છું. મે પોતાની પોસ્ટમાં ભુલવશ પરાગ્વેના ઝંડાનો ઉપયોગ કર્યો હતો. હું સારી રાતે જાણુ છું કે તમે બધા જ જાણો છો કે આ ભુલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દા ઉપરાંત અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઇએ. આ મને દુખી કરે છે, પરંતુ કોઇ વાત નહી.