ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ડીજી સ્તરના અધિકારી પુરુષોત્તમ શર્માને તેમની પત્નીએ સંદિગ્ધ હાલાતમાં એક મહિલાના ઘરેથી રંગે હાથે પકડી લીધા. ત્યારબાદ તો આ અધિકારી એટલા બધા ગુસ્સે ભરાયા કે કાળઝાળ થઈને તેમણે ઘરે પહોંચી પત્ની સાથે મારપીટ કરી. તેમની આ હરકતની જાણ જ્યારે પુત્ર પાર્થને થઈ તો પુત્રએ ઘટનાનો વીડિયો ગૃહમંત્રી, મુખ્યસચિવ તથા ડીજીને મોકલી પિતા વિરુદ્ધ ફરિયાદ કરી અને કાર્યવાહી માટે ગુહાર લગાવી. સ્પેશિયલ ડીજી પુરુષોત્તમ શર્મા પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Unlock 5.0: કોરોના પર કાબૂના કોઈ જ સંકેત નથી, પણ છતાં હવે આ છૂટછાટ આપી શકે છે સરકાર 


આ કાર્યવાહી થઈ
આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી. જો કે પુરુષોત્તમ શર્માને તેમના પદેથી કાર્યમુક્ત કરીને ગૃહ મંત્રાલય સાથે અટેચ કરાયા છે. જો પત્ની પોલીસ ફરિયાદ દાખલ કરશે તો પછી શર્મા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થશે. 


શું છે સમગ્ર મામલો
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક વરિષ્ઠ આઈપીએસ ડીજી સ્તરના અધિકારીનો પત્નીની પીટાઈ કરતો વીડિયો વાયરલ થયો છે. રાજ્યમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ડીજી સ્તરના અધિકારી પત્નીને ઢોર માર મારી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ પત્નીને જમીન પર પાડે છે અને નિર્દયતાથી પીટાઈ કરે છે. આ દરમિયાન ઘરમાં રહેલા કર્મચારીઓ મહિલાને બચાવવાની કોસિશ કરે છે.


જુઓ VIDEO



કોરોનાની થપાટ, ભલભલા રસ્તા પર...આ શાકભાજી વેચનાર વિશે જાણીને હક્કાબક્કા રહી જશો


વાઈરલ વીડિયોથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે વિવાદનું કારણે પોલીસ અધિકારીના કોઈ બીજી મહિલા સાથેના સંબંધ છે. જેને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ છે. આ બાજુ અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ તેવર બતાવવાના શરૂ કરી દીધા કહ્યું કે લગ્નને આટલા વર્ષ થઈ ગયા અને મારી પત્ની મારી સાથે રહે છે. મને મારપીટ કરવાની આદત હોત તો પહેલા પણ આવો વીડિયો સામે આવ્યો હોત. આ કૌટુંબિક મામલો છે. કોઈ ક્રાઈમ નથી. તેને પીટાઈ ન કહેવાય. માત્ર ધક્કા મુક્કી જ થઈ હતી. હું સામાજિક રીતે ક્યાંય પણ જઈ શકું છું. મારી પત્ની મને સ્ટોક  કરે છે હું શું કરું? એ મારું દુર્ભાગ્ય છે. કઈ જ ન હોવા છતાં હું ભોગવી રહ્યો છું. (ઈનપુટ-IANS) 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube