ભોપાલ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ કોંગ્રેસને ગઠબંધન પર દાવ આપનાર બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ને આશા છે કે પાર્ટી આ વખતે ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરશે. પ્રદેશના મુખ્ય રાજકીય પક્ષોમાં સતત ઉપર-નીચે અને પાર્ટી ફેરફાર વચ્ચે બીએસપીનો દાવો છે કે પાર્ટી આ વિધાનસભા ચૂંટણીમાં વધુ મજબૂત થઇ છે. આ દાવો બીએસપીના પ્રદેશ એકમના અધ્યક્ષ પ્રદીપ અહિરવારે કર્યો છે. અહિરવારનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં આ વખતે બીએસપી તેમની 34 વર્ષના ઇતિહાસનું સૌથી સારૂ પ્રદર્શન કરી ઓછામાં ઓછી 32 સીટો જીતશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં સત્તાની ચાવી બીએસપી પાસે રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું- વિકાસ દરમાં આ વર્ષે ચીનને પાછડ છોડશે ભારત


બીએસપીની પાસે રહેશે સત્તાની ચાવી
પ્રદીપ અહિરવારનું માનવું છે કે પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાવનારી વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને બહુમત મળશે નહીં. તેમણે કહ્યું કે, અમે ઓછામાં ઓછી 32 સીટો પર જીત હાંસલ કરશું અને સત્તાની ચાવી પણ બીએસપીની પાસે રહેશે. કુલ 75 બેઠકો પર અમારી સ્થિતિ પહેલા કરતા સારી છે. તેમણે કહ્યું કે વર્ષ 2003માં બીએસપીએ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકથી જીત મેળવી હતી. 2008માં સાત અને 2013માં ચાર સીટથી જીત હાંસલ કરી હતી. આ વખતે પ્રદેશમાં 15 વર્ષથી સત્તામાં ભાજપની સામે જબરજસ્ત સત્તા વિરોધી લહેર તેમજ દલિત એક્તાના કારણે અમે સારી જીતની સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે લોકતંત્રમાં એક સીટ લેનાર સ્વતંત્ર પણ ક્યારે-ક્યારે મુખ્યમંત્રી બની જાય છે. હું તો ઓછામાં ઓછી 32 બેઠકો પર બીએશપીની જીતની આશા સાથે તમને જણાવી રહ્યો છું. અમે ઇચ્છીએ છે કે મધ્યપ્રદેશની સત્તાની કમાન બસપા સુપ્રીમો માયાવતીની આસપાસ રહે, પરંતુ આ તો નક્કી છે કે ખંડિત મેન્ડેટ આવવા પર અમે ભાજરને સમર્થન કરીશું નહી.



આ વખતે માત્ર 5 જિલ્લા સુધી મર્યાદિત રહેશે નહીં: અહિરવાર
તેમણે જણાવ્યું કે ગત ચૂંટણીમાં પ્રદેશને પાંચ જિલ્લા મુરૈના, રીવા, સતના, દતિયા તેમજ ગ્વાલિયરમાં બીએસપીનો દબદબો હતો. આ વખતે આ જિલ્લાની કેટલીક બેઠકો પર અમે જીતી હાંસલ કરીશું, આ ઉપરાંત છતરપુર, પન્ના, શિવપુરી, શ્યોપુર, દમોહ કટની, બાલઘાટ તેમજ સિંગરોલી જિલ્લામાં પણ પાર્ટીનું ખાતુ ખોલવાની પૂરી આશે છે. વર્ષ 2008માં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 8.97 ટકા વોટ રહ્યા હતા. જ્યારે 2013માં લગભગ 2.5 ટકા ઘટીને 6.2 ટકા રહ્યું હતું. અહિવારે આ વિષે પોર્ટીના 10 ટકાથી વધુ વોટ મળવાનો દાવો કર્યો છે.


વાંચવા માટે ક્લિક કરો: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી


અધિકારીઓ પ્રતિ જાગરૂત થયા દલિત: બીએસપી
તેનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, હાલમાં માહોલ જુદો છે. દલિત વર્ગ તેમના અધિકારો પ્રતિ પહેલાથી વધારે જાગરૂત છે અને તેમનિ સ્થિતિ સારી બનાવવા માટે તેઓ બસપા પર ભરોષો કરશે. રાજ્યમાં ગત વર્ષે ખેડુત આંદોલનની સામે ભાજપ સરકારે જે પગલા લીધા હતા, તેનાથી તઓ ખેડૂતો પણ આ સરકારની સામે છે.


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...