ગુવાહાટીઃ અસમની સર્બાનંદ સોનોવાલ સરકારે રાજ્યમાં બધા સરકારી મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને બંધ કરવાના પ્રસ્તાવને રવિવારે મંજૂરી આપી છે. રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અસમ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. અસમ સરકારમાં સંસદીય મામલાના મંત્રી અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યુ કે, મદરેસા અને સંસ્કૃત સ્કૂલો સાથે જોડાયેલા હાલના કાયદાને પરત લઈ લેવાશે. તે માટે રાજ્ય વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ રજૂ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ CM ઉદ્ધવ ઠાકરે બોલ્યા- ભાજપ જણાવે ક્યા કિસાન ખાલિસ્તાની અને પાકિસ્તાની?  


હકીકતમાં આ પહેલા અસમ સરકારમાં શિક્ષણ મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા મદરેસા અને સંસ્કૃત સ્કૂલોને જલદી નિયમિત સ્કૂલોના રૂપમાં પુનર્ગઠિત કરવામાં આવશે. તેમનું કહેવું છે કે ધાર્મિક શિક્ષણ માટે સરકારી ફંડનો ખર્ચ ન કરી શકાય. તેવામાં રાજ્ય મદરેસા શિક્ષણ બોર્ડ, અસમને ભંગ કરી દેવામાં આવશે. શિક્ષણ મંત્રી સરમાએ તે પણ કહ્યુ હતુ કે અસમમાં 610 સરકારી મદરેસા છે અને સરકાર આ સંસ્થાઓ પર દર વર્ષે આશરે 260 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. 


તો ભાજપના વરિષ્ટ નેતા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ અમીનુલ હક લસ્કરે કહ્યુ હતુ કે, મદરેસા ખાનગી પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવે છે, આ (ખાનગી) મદરેસાને બંધ કરવામાં આવશે નહીં. મતલબ સામાજીક સંગઠનો અને બિન સરકારી સંગઠનો દ્વારા ચલાવવામાં આવશે મદરેસા ચાલતા રહેશે. ઉલ્લેખનીય છે કે અસમમાં બે પ્રકારના મદરેસા સંચાલિત થાય છે, એક સરકારી માન્યતા પ્રાપ્ત અને બીજા જે ખાનગી સંગઠન ચલાવે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube