EXCLUSIVE: શિવસેનાના CM સાથે 16+14+12 નો સત્તાનો ફોર્મૂલા ફાઇનલ
મહારાષ્ટ્રમાં સત્તા નિર્માણનો ડ્રાફ તૈયાર થઇ ગયો છે. ત્રણેય પાર્ટીઓના નેતાની બેઠક ગઇકાલે પુરી થઇ અને ત્યારબાદ તેમણે પોત-પોતાના પ્રમુખોને કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) ડ્રાફ મોકલી દીધો છે. જોકે હજુ સુધી તેના પર ખુલાસો થયો નથી. પરંતુ ત્રણેય પાર્ટીઓના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સત્તામાં ભાગીદારીનું એગ્રીમેન્ટ કંઇક આ પ્રકારનું હોવાની સંભાવના છે.
મુંબઇ: મહારાષ્ટ્રમાં સત્તા નિર્માણનો ડ્રાફ તૈયાર થઇ ગયો છે. ત્રણેય પાર્ટીઓના નેતાની બેઠક ગઇકાલે પુરી થઇ અને ત્યારબાદ તેમણે પોત-પોતાના પ્રમુખોને કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) ડ્રાફ મોકલી દીધો છે. જોકે હજુ સુધી તેના પર ખુલાસો થયો નથી. પરંતુ ત્રણેય પાર્ટીઓના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સત્તામાં ભાગીદારીનું એગ્રીમેન્ટ કંઇક આ પ્રકારનું હોવાની સંભાવના છે.
5 વર્ષ નહિ પણ 25 વર્ષ માટે શિવસેનાનો મુખ્યમંત્રી હશે : સંજય રાઉત
- અઢી વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી, અઢી વર્ષ એનસીપીના CM, કોંગ્રેસના 5 વર્ષ માટે ઉપમુખ્યમંત્રી.
- 16 (શિવસેના)+14 (એનસીપી)+12 (કોંગ્રેસ) મંત્રાલયના વહેંચણીની સંભાવના. જોકે શિવસેના પાંચ વર્ષ મુખ્યમંત્રીની માંગ કરી રહી છે. કોંગ્રેસ 1 વર્ષ માટે સીએમ પદની માંગ કરી રહી છે અથવા પછી બે ઉપ-મુખ્યમંત્રી એનસીપી અને કોંગ્રેસ (બંનેના)
- મુખ્ય (મલાઇદાર અને પાવરફૂલ) મંત્રાલય અને સ્પીકર પદ આ પ્રકારે વહેંચાશે:
એનસીપી: ગૃહ મંત્રાલય
શિવસેના: નાણા મંત્રાલય
શિવસેના: નગરવિકાસ મંત્રાલય
કોંગ્રેસ: રાજસ્વ મંત્રાલય
કોંગ્રેસ: વિધાનસભા સ્પીકર
એનસીપી: ડેપ્યુટી સ્પીકર વિધાનસભા
બાકીના મંત્રાલયો અને મહામંડળોનું વિભાજન બરાબર થઇ ગયું છે.
આ પ્રમાણે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની દિશામાં શિવસેના+કોંગ્રેસ+એનસીપી સૈદ્ધાંતિક રીતે તૈયાર થઇ ગઇ છે પરંતુ કોમન મિનિમમ પ્રોગ્રામનો પેંચ અટકેલો છે. તેના પર માથાકૂટ ચાલુ છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ચૂંટણી મેનિફેસ્ટો સાથે જોડાયેલા મુદ્દા CMPમાં સામેલ કરવામાં આવ્યા છે. જે આ પ્રકારે છે:
- ખેડૂતોની દેવામાફી
- ખેડૂતોના વિજ બિલમાં રાહત
- ખેડૂતોના પાકને નુકસાન થતાં તાત્કાલિક વળતરની રકમ ચૂકવવામાં આવશે
- શિક્ષણ અને સ્વાસ્થ્યને માન્યતા
- ભાવનાત્મક મુદ્દાઓ- હિંદુત્વ, ઉત્તર ભારતીય પ્રાંતવાદ પર નિવેદનબાજીથી બચવાનો ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવ્યો છે.
- મરાઠી માનુસને અનામતમાં નોકરી
- યુવકોને રોજગારની તકો પર ભાર મુકવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube