મુંબઈ: એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે મામલાની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ATS એ સચિન વાઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતો હતો તેને જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર દમણમાં છૂપાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાડીની તપાસમાં લાગ્યા એટીએસ એક્સપર્ટ્સ
મહારાષ્ટ્ર ATS એ સોમવારે દમણની એક ફેક્ટ્રીમાં દરોડો પાડ્યો હતો. અહીંથી તેમને વોલ્વો કાર ઉપરાંત અનેક મહત્વના પુરાવા મળ્યા. મહારાષ્ટ્ર ATS ના એક્સપર્ટ્સ હવે આ ગાડીની તપાસમાં લાગ્યા છે. ATS એ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે આ ગાડીનો અસલ માલિક અને સચિન વાઝેના સંબંધ કેવા છે. 


NIA ને પણ હતી વોલ્વો કારની તલાશ
NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ વોલ્વો કારના અસલ માલિક અભિષેક નાથાણી ઉર્ફે અભિષેક અગ્રવાલ છે. આ કારને NIA પણ શોધી રહી હતી. પરંતુ હવે મહારાષ્ટ્ર ATS ની ટીમે તેને દમણથી જપ્ત કરી છે. મહારાષ્ટ્ર સરકારના સૂત્રોના જણાવ્યાં મુજબ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર લાગેલા આરોપોની તપાસ માટે રાજ્ય સરકાર એક કમિટી બનાવી શકે છે જેને એક રિટાયર્ડ જજ લીડ કરી શકે છે. 


મનસુખ હિરેન હત્યાનું કોકડું ઉકેલ્યાનો દાવો
આ અગાઉ મહારાષ્ટ્ર એટીએસએ વેપારી મનસુખ હિરેનની કથિત રીતે કરાયેલી હત્યાનું કોકડું પણ ઉકેલી નાખ્યો હોવાનો દાવો કર્યો હતો. આ કેસમાં ટીમે બે લોકોની ધરપકડ કરી છે અને એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેએ આ હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. 


જુઓ video



આ કારણસર સચિન વાઝેએ રચ્યું હત્યાનું ષડયંત્ર
ધરપકડ કરાયેલા આરોપીઓએ મનસુખ હિરેનની હત્યાના આરોપને સ્વીકારી લીધો છે અને સચિન વાઝે સહિત કેટલાક અન્ય પોલીસકર્મીઓ વિશે ખુલાસા કર્યા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ સચિન વાઝેએ મનસુખને વિસ્ફોટકો રાખવાની જવાબદારી સોંપી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી. એક અધિકારીએ જણાવ્યું કે સચિન વાઝે કેસ સોલ્વ કરીને પોતાને સુપર કોપ સાબિત કરવા માંગતો હતો કે પછી તે બીજા કેટલાક પોલીસકર્મી (જેમાં એક સિનિયર પણ સામેલ છે), એક પ્રાઈવેટ સિક્યુરિટી ફર્મમાં સામેલ થવા માંગતા હતા જેને એક કોર્પોરેટે લોન્ચ કરી છે.


સુપ્રીમ કોર્ટ પહોંચેલા પરમબીર સિંહનો આરોપ, મોહન ડેલકર આપઘાત કેસમાં ભાજપ નેતાઓને ફસાવવા માગતા હતા દેશમુખ


Sachin Vaze Case: એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો


Antilia case : વિસ્ફોટક, લક્ઝરી ગાડીઓ, નોટ ગણવાનું મશીન, મર્ડર, નેતા, પોલીસ અધિકારી.. આખી ફિલ્મી છે અત્યાર સુધીની કહાની


Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube