Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો 

શરદ પવાર હવે ખુલીને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવમાં મેદાનમાં આવ્યા છે. તેમણે સચિન વાઝે અને અનિલ દેશમુખની મુલાકાત પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે ભાજપે આ દાવા પર સવાલ ઉઠાવ્યો છે. 

Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો 

મુંબઈ: મહારાષ્ટ્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) ના પત્રથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. આ અંગે સોમવારે સંસદના બંને સદનોમાં ખુબ હંગામો મચી ગયો. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે (Sharad Pawar)  આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી. પ્રેસ કોન્ફરન્સમાં પવારે ફરીથી અનિલ દેશમુખ (Anil Deshmukh) નો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. આવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વચ્ચે વાતચીતનો આરોપ ખોટો છે. પવારે આ દરમિયાન દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેની પરચી પણ બતાવી. 

શરદ પવાર (Sharad Pawar) બચાવ કરતા કહ્યું કે કોરોનાના કારણે 5થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઈસોલેટ હતા. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે. આવામાં અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાનો સવાલ ઉઠતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ આઘાડી સરકાર પર કોઈ અસર પડશે નહીં. 

પવારે કહ્યું કે આરોપ જે સમયના હતા તે સમયની સ્થિતિ શું હતી તે સ્પષ્ટ થઈ ગયું છે. આ એક ગંભીર ચીજ છે. તેમણે કહ્યું કે આ સીએમનું કામ છે કે તેઓ તેના પર એક્શન લેવા માંગે છે તો લે, કે તપાસ કરવા માંગતા હોય તો કરે. એ કામ મારું નથી. જે સમયના આ આરોપ લાગ્યા છે, તે સમયે અનિલ દેશમુખ હોસ્પિટલમાં હતા. આવામાં એ વાત સ્પષ્ટ છે કે આ આરોપમાં કોઈ દમ નથી. 

— ANI (@ANI) March 22, 2021

તપાસને ભટકાવવાની કોશિશ!
તેમણે (Sharad Pawar)  કહ્યું કે પત્રમાં તપાસને ભટકાવવાની કોશિશ કરાઈ છે. મે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. દેશમુખની તપાસ અંગે નિર્ણય તેઓ લેશે. પવારે સ્પષ્ટ કર્યું કે પ્રદેશની સરકાર પર તેનાથી કોઈ ફરક પડશે નહીં. મને એટીએસ પર ભરોસો છે. તે સચ્ચાઈ સામે લાવશે. આવા માહોલમાં મારું કશું કહેવું ઠીક નથી કારણ કે તેનાથી તપાસ પર અસર પડશે. 

પવારે કહ્યું કે પૂર્વ સીપીએ કહ્યું છે કે તેઓ તે દિવસે દેશમુખને મળ્યા. તો પછી એક મહિના સુધી કેમ રાહ જોતા રહ્યા. જે કોઈ આરોપ લાગ્યા છે તે તપાસનો વિષય છે. મારે તેના પર કશું કહેવું નથી. મને ખુશી છે કે જે મેઈન કેસ છે, તેમાં મુંબઈ એટીએસએ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમણે કહ્યું કે જે ઈન્ફોર્મેશન આવી છે ત્યારપછી તો પૂર્વ સીપીના આરોપમાં કોઈ દમ નથી. 

ભાજપે પવારના દાવા પર સવાલ ઉઠાવ્યા
ભાજપના આઈટી સેલ અમિત માલવીયે શરદ પવારના દાવા પર સવાલ ઉઠાવ્યા છે અને અનિલ દેશમુખનો એક વીડિયો રિટ્વીટ કર્યો છે. જેમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. અમિત માલવીયે કહ્યું કે શરદ પવારનો દાવો છે કે અનિલ દેશમુખ 5-15 ફેબ્રુઆરી હોસ્પિટલમાં અને 16-27 ફેબ્રુઆરી હોમ આઈસોલેશનમાં હતા. પરંતુ અનિલ દેશમુખ 15 ફેબ્રુઆરીના રોજ તો પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news