મુંબઈ: મહારાષ્ટ્ર (Maharasthra) ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  અને શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut)  વચ્ચે જે મુલાકાત થઈ તેને લઈને હવે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ મુલાકાત વિશે જાતજાતની અટકળો થઈ રહી છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે (Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા પાટીલે કહ્યું કે જ્યારે બે અલગ અલગ પાર્ટીના નેતાઓ મળે છે ત્યારે રાજકીય ચર્ચા જ થઈ હશે. જો તેઓ બે-અઢી કલાક સાથે બેઠા હશે તો ચા-બિસ્કિટ પર તો ચર્ચા નહીં થઈ હોય. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube