મહારાષ્ટ્રમાં 82 હજારની પાર પહોંચ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 2,739 નવા કેસ
મહારાષ્ટ્ર (Coronavirus in Maharashtra)માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 82 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2739 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 82,968 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 120 દર્દીઓના મૃત્યુ થયા છે.
મુંબઈઃ કોરોના મહામારી (Coronavirus in Maharashtra)નું સંક્રમણ મહારાષ્ટ્રમાં ભયાનક રૂપ લઈ રહ્યું છે. શનિવારે મહારષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 82 હજાર પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2739 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 82,968 થઈ ગઈ છે. તો વધુ 120 દર્દીઓના મૃત્યુબાદ મૃત્યુઆંક 2969 થઈ ગયો છે.
રાજ્ય સરકાર તરફથી જારી સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે, મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના દર્દીઓની સંખ્યા 82 હજાર પાર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 80,229 હતી. છેલ્લા 24 કલાકમાં 2739 નવા કોરોના દર્દીઓની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 82,968 સુધી પહોંચી ગઈ. રાજ્યમાં અત્યારે એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 42,600 છે. તો હવે રાજ્યભરમાં 2969 લોકોના કોરોના મહામારીથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 120 લોકોના મૃત્યુ થયા છે.
મુંબઈમાં હવે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 47,354 થઈ
રિપોર્ટ પ્રમાણે, મુંબઈમાં હવે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંક્યા વધીને 47,354 સુધી પહોંચી ગઈ છે. તો મુંબઈમાં અત્યાર સુધી કુલ 1577 લોકોના મૃત્યુ થયા છે. તો આજે દિવસમાં 2234 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી આ મહામારીથી 37390 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 5,37,124 નમૂનાની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 82,968 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
Coronavirus In India: ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, પરંતુ વૃદ્ધિદર ધીમો
મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 45.06 ટકા
રિપોર્ટ પ્રમાણે, હાલ રાજ્યમાં આશરે 5,46,566 લોકો હોમ ક્વોરેન્ટીનમાં છે. તો રાજ્યમાં ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનની 75741 સુવિધાઓ છે, જેમાં 29098 લોકોને ઇન્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આજે રિકવરી રેટ વધીને 45.06 ટકા થઈ ગયો છે.
ધારાવીમાં કોરોનાના 10 નવા કેસ, અત્યાર સુધી કુલ 1899 કેસ
મુંબઈના ધારાવીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 10 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે વિસ્તારમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1899 થઈ ગઈ છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ઘાતક વાયરસથી મૃત્યુનો કોઈ મામલો સામે આવ્યો નથી. અત્યાર સુધી ઝુપડપટ્ટીમાં 71 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર