Coronavirus In India: ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, પરંતુ વૃદ્ધિદર ધીમો

દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા લગભગ દરરોજ વધી રહી છે. જાણકારી અનુસાર, 15મેથી 20 મે વચ્ચે દરોજ લગભગ 5 હજારથી 5 હજાર નવા કેસ દેશને મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસની અંદર 9થી 10 હજાર કેસ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત છે કે રાષ્ટ્રીય વૃદ્ધિદરમાં માત્ર અડધા ટકાથી વધુની કમી આવી છે.

Coronavirus In India:  ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, પરંતુ વૃદ્ધિદર ધીમો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા લગભગ દરરોજ વધી રહી છે. જાણકારી અનુસાર, 15મેથી 20 મે વચ્ચે દરોજ લગભગ 5 હજારથી 5 હજાર નવા કેસ દેશને મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસની અંદર 9થી 10 હજાર કેસ સામે આવ્યા છે. ચોંકાવનારી વાત છે કે રાષ્ટ્રીય વૃદ્ધિદરમાં માત્ર અડધા ટકાથી વધુની કમી આવી છે. દેશમાં 25થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યાં છે, તે રાષ્ટ્રીય વૃદ્ધિદરથી વધુ છે. પરંતુ છેલ્લા 2 સપ્તાહમાં રાષ્ટ્રીય વૃદ્ધિદરમાં ઘટાડો જોઈ શકાય છે. 

પરંતુ તેમાંથી કોઈને પણ સમજવા મુશ્કેલ છે. પહેલી ઘટનામાં ભલે કેસ દરરોજ વધી રહ્યાં હોય, પરંતુ તે એ વૃદ્ધિદરને બનાવી રાખવા માટે જરૂરીયાતથી ઓછા છે. બીજી ઘટનામાં રાષ્ટ્રીય વૃદ્ધિદરની તુલનામાં ઝડપથી વધી રહેલા 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અપેક્ષાકૃત નાના પ્રદેશોને કારણે કેસોનો દબાવ વધી રહ્યો છે. તો દેશમાં કોરોના વાયરસના કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન વધુ યોગદાન આપી રહ્યાં છે, તે ખુબ ધીમી ગતિથી વધી રહ્યાં છે અને અન્ય રાજ્યોમાં ઉચ્ચ વૃદ્ધિદરના પ્રભાવને નકારવામાં સક્ષમ છે. 

તેથી દરરોજ નવા કેસમાં વૃદ્ધિ અને વૃદ્ધિ દરમાં ઘટાડો એક સાથે થઈ રહ્યાં છે. ઉદાહરણ માટે, દેશભરમાં 9500થી વધુ નવા મામલા આવ્યા. ગુરૂવારે આ સંખ્યા  10,024થી થોડી ઓછી હતી અને 7 દિવસનો ચક્રવૃદ્ધિ દર પણ 4.61 ટકાથી ઘટીને 4.52 ટકા પર આવી ગયો હતો. 

વૃદ્ધિમાં મંદી તે તથ્યછી પેદા થી છે કે ટ્રાન્સમિશન દર છેલ્લા બે મહિનાથી સતત નીચે જઈ રહ્યો છે. ટ્રાન્સમિશન દર તે લોકોની એવરેજ સંખ્યા છે જે પહેલાથી સંક્રમિત વ્યક્તિથી સંક્રમિત થાય છે. તેને પ્રજનન સંખ્યાના રૂપમાં જાણવામાં આવે છે, અને તે એક સારો ઉપાય છે કે વસ્તીમાં મહામારી કેટલી ઝડપથી ફેલાઈ રહી ચે. ચેન્નઈમાં ગણિત વિજ્ઞાન સંસ્થાના ડો. સીતાભરા સિન્હા અને તેમના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલી ગણના અનુસાર, દેશ માટે નવીનતમ પ્રજનન સંખ્યા 1.22 છે, જે વર્તમાન મહામારી દરમિયાન સર્વકાલિન ઓછી છે. તેનો મતલબ છે કે 100 સંક્રમિત વ્યક્તિઓનો પ્રત્યેક સમૂહ એવરેજ, વાયરસ પર એક અને 122 લોકોને પસાર કરી રહ્યો છે. 

ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી છતા તંત્રના પેટનું પાણી નથી હલતું

લૉકડાઉનનો પ્રથમ તબક્કો શરૂ થતાં પહેલા, 24 માર્ચે આ સંખ્યા 1.83 હતી, જેનો મતબલ બતો કે દરેક 100 સંક્રમિત લોકો દ્વારા સરેરાશ 183 નવા લોકોને સંક્રમિત કરવામાં આવી રહ્યાં છે. લોઅર આર-સંખ્યા છે, ધીમી મહામારીનો પ્રસાર છે. પરંતુ 1થી નીચે આવ્યા બાદ મહામારીનું પતન વાસ્તવમાં શરૂ થાય છે. 

6 મેથી 26 મે વચ્ચે, સીતાભરા અને તેના સહયોગિઓની પ્રજનના સંખ્યા 1.23 હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું, અને તેના આધાર પર 30 મે સુધી દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 1.35 લાખ સુધી પહોંચવાની ભવિષ્ય વાણી કરી હતી. સિન્હાનું અનુમાન છે કે આ 1.35 લાખની સંખ્યા હવે માત્ર 9 જૂને પહોંચી જશે, 9 દિવસનું મોડું સતત મંદીનું સીધુ પરિણામ છે. ગુરૂવારે 4 જૂને, સક્રિય મામલાની સંખ્યા 1.14 લાખ હતી અને દરરોજ 4થી 5 હજાર વધી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news