નવી દિલ્હીઃ Maharashtra Assembly Election 2024 Survey: જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રનો મોટો સર્વે સામે આવ્યો છે. પ્રદેશ મુજબ દરેક પક્ષને કેટલી બેઠકો મળી શકે? તેનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રદેશ મુજબના લોકોને કઈ સમસ્યાઓ અસર કરી રહી છે? આનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને કેટલી બેઠકો મળી શકે? આનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં વિધાનસભા નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટે રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો સક્રિય છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એમવીએને વિધાનસભા ચૂંટણીમાં 141થી 154 સીટો મળી શકે છે. એટલું જ નહીં મહાયુતિના હાથમાંથી સત્તા સરકી શકે છે. સર્વેમાં 115થી 128 બેઠકો મળવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં અન્ય પક્ષો જે કોઈપણ જોડાણનો ભાગ નથી. તેમને 5 થી 18 બેઠકો મળી શકે છે.


સર્વેક્ષણમાં X ફેક્ટર શું છે?
લોકપોલે તેના સર્વેમાં કહ્યું છે કે ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધન એટલે કે એનડીએને વિદર્ભ, મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. ભાજપ, શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધનમાં મુખ્ય ઘટક છે. આ ઉપરાંત, કેટલાક નાના જૂથો પણ છે. સર્વેમાં અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે. 


મહાયુતિને મુંબઈ, ઉત્તર મહારાષ્ટ્ર (Khandesh) અને કોંકણમાં સારી બેઠકો મળી શકે છે. સર્વેમાં સૌથી મોટી વાત સામે આવી છે. એટલે કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, પરંતુ આ માટે તેને મજબૂત અભિયાનની જરૂર પડશે. આ સાથે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી છે પરંતુ ફડણવીસની લોકપ્રિયતા ઘટી છે.


સર્વેના તથ્યો અને તારણો:
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ સંકટ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા, મહારાષ્ટ્રના ગૌરવની ખોટ અને વધતી બેરોજગારી જેવા મુદ્દા ભાજપ માટે પડકારો બની રહ્યા છે. આ મુદ્દાઓએ ભાજપ વિરૂદ્ધ એન્ટી ઈન્કમ્બન્સી ઊભી કરી છે. ભાજપ સામે સત્તા વિરોધી ભાવના વધી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, પરંતુ તેની પાસે પાયાના સ્તરે પ્રચારનો અભાવ છે. રાજ્યમાં અનેક સમસ્યાઓ માટે ફડણવીસને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી રહી છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં જઈ રહેલા પ્રોજેક્ટો પાયાના સ્તરે નારાજગીનું કારણ છે.


કોને કેટલા ટકા મત મળી શકે એમ છે?
સર્વેમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને મળેલા મતોની ટકાવારીનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએ એટલે કે મહાયુતિને 38-41 ટકા વોટ મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી એટલે કે ઈન્ડિયા એલાયન્સને 41-44 ટકા વોટ મળી શકે છે. આવી સ્થિતિમાં બંને ગઠબંધન વચ્ચે મતોમાં ત્રણ ટકાનો તફાવત છે.