મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં લગભગ એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામા પર અંતિમ વિરામ લાગી રહ્યો છે. ગુરૂવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તે આ પદ પર બેસનાર ઠાકરે ખાનદાનના પહેલા સભ્ય હશે. શપથ ગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. વિધાનસભા ચૂંટણીમાં 56 સીટો જીતનાર શિવસેના (Shivsena) એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા જઇ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે ત્રણેય પાર્ટીના બે-બે નેતાઓ પણ શપથ લેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસભર બનેલી 25 મહત્વની ઘટાનઓ જુઓ, TOP 25


શિવસેના દ્વારા સુષાભ દેસાઇ અને એકનાથ શિંદે મંત્રી પદની શપથ લેશે. આ ઉપરાંત એનસીપી દ્વારા જયંત પાટીલ અને છગન ભુજબળ મંત્રીપદની શપથ લેવા લઇ રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને પૂર્વ સીએમ અશોક ચૌહાણ શપથ લેશે. 

Video : ફરી એકવાર ઈસરો ઈતિહાસ સર્જ્યો, પાકિસ્તાનના પેટમાં દુખે તેવું કર્યું કામ


એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે બુધવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ઉપરાંત દરેક પાર્ટી દ્વારા એક એક અથવા બે નેતા મંત્રી પદના શપથ લેશે. તો બીજી તરફ સ્પષ્ટ થઇ ગયું છે કે નવી સરકારમાં અજિત પવાર ડેપ્યુટી સીએમ નહી હોય. તમને જણાવી દઇએ કે અજિત પવારને 23 નવેમ્બરના રોજ ભાજપની સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લીધા હતા, પરંતુ 26 નવેમ્બરના રોજ તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. 

કોંગ્રેસના હશે ડેપ્યુટી સ્પીકર
એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે ત્રણેય પક્ષના નેતાઓ વચ્ચે એક નવી સહમતિ બની. ત્રણેય પક્ષોમાંથી એક અથવા બે મંત્રી શપથ લેશે. 3 ડિસેમ્બરના રોજ બહુમત સાબિત કર્યા બાદ આગળ મંત્રીમંડળનું વિસ્તાર હશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના સ્પીકર હશે અને ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર એનસીપીમાંથી હશે. વિધાન પરિષદ અને નિગમો માટે સહમતિ બની છે.


4 કાલક ચાલી બેઠક
મંત્રીમંડળના ભાગલાને લઇને બુધવારે એનસીપી-કોંગ્રેસ-શિવસેનાની લગભગ 4 કલાક બેઠક થઇ. શિવસેના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે બેઠકમાં બધુ ફાઇનલ થઇ ચુક્યું છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે બધા મુદા ઉકેલાઇ ગયા છે.


ચુંટણીમાં કોને કેટલી સીટો
મહારાષ્ટ્રમાં ગત મહિને વિધાનસભા ચૂંટણી થઇ, જેના પરિણામો 24 ઓક્ટોબરે આવ્યા. કુલ 288 સીટોમાં ભાજપે 105 પર જીત નોંધાઇ. જ્યારે તેની સહયોગી રહેલી શિવસેનાને 56 સીટો પર જીત મળી. તો બીજી તરફ કોંગ્રેસ (44) અને એનસીપી (54)ને કુલ 98 સીટો જીત મળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube