Ajibainchi Shala: તમે આ સાંભળશો તો ચોંકી જશો. આજે અમે એક એવા ગામની શાળાની જે ગામની શાળામાં એકપણ બાળક અભ્યાસ નથી કરતા... કેમ કે તે  શાળામાં એડમિશન લેવાની મીનીમમ એજ છે 60 વર્ષ. આ સાંભળીને આશ્ચર્ય તો થયું જ  હશે અને શાળા ક્યા આવેલી છે કઈ જગ્યા  પર છે તે જાણવાની ઉત્સુકતા પણ વધી ગઈ હશે. તો ચાલો એ શાળાની સફર પર જઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુબંઈથી 125 કિમી દૂર ફંગાની ગામમાં શાળા આવેલી છે અને આ શાળાની સ્ટુડન્ટ છે દાદીઓ. પીન્ક કલરની સાડી પહેરેલી બેગ લટકાવીને આ દાદીઓ જઈ રહી છે શાળાએ અને અહી શોખથી ભણી રહી છે  દાદી. આ જગ્યા તેમની ફેવરીટ જગ્યા પણ બની ગઈ છે. જી હા આજીબાઈજી પાઠશાળા સ્પેશિયલ દાદીઓ માટે છે.


મહારાષ્ટ્રમાં દાદીને આજીબાઈ કહેવામાં આવે છે અને દાદીઓની આ ગેંગ ડેઈલી ઈવનિંગ શાળાએ જાય છે. આ શાળામાં ડ્રેસ કોડ પીન્ક સાડી આપવામાં આવ્યો છે. દરરોજ સાજે આ દાદીઓની ગેંગ 4 થી 6 નીકળી પડે છે શાળાએ જવા.

આ પણ વાંચો: શું સંસ્કાર છે! ભારતનું એવું ગામ જ્યાં દરેક લોકો બોલે છે સંસ્કૃત, તમે નવાઈ ના પામતા
આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો: Shocking: સરકારી યોજનાનો લાભ લેવા ભાઇએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો શું છે મામલો


ચાલો તો જાણીયે કે દાદીઓની આ સ્કૂલની શરૂઆત કેવી રીતે થઈ 
8 માર્ચે મહિલા દિવસ હોય છે અને આ દિવસે આ શાળાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગામમાં 28 જેટલા દાદીઓ હતા જેમણે  કોઈ દિવસ સ્કુલ નહોતી જોઈ અને જ્ઞાનની પૂજા તેમની સાથે કરવા માટે આ સ્કુલની શરૂઆત કરવામાં આવી હતી. પોતાના ગામ ફંગાનીને 100 ટકા શિક્ષિત બનાવાના સપના સાથે મોતીરામ દલાલ ચેરિટેબલ ટ્રસ્ટની હેલ્પથી યોગેન્દ્રજીએ આજીબાઈજી શાળાની શરૂઆત કરી હતી. જેનો મુખ્ય હેતુ ગામમાં રહેલી વૃધ્ધ મહિલાઓને આત્મનિર્ભર બનાવાનો છે.


આ પણ વાંચો: ના છોકરી બની શક્યો ના છોકરો, પત્ની સંબંધોથી ખુશ પણ કોખ નહીં ભરાય
આ પણ વાંચો:
 પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું,ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું
આ પણ વાંચો:
 Warning Signs: આ સંકેતો દેખાડે છે કે તમારી કિડની ખતરામાં છે, સમયસર થઈ જજો સાવધાન


ફંગાની ગામમાં પુરુષોને પોતાનું નામ લખતા વાંચતા આવડે છે અને ગામની સિનિયર મહિલાઓ પણ આ લેવલ પર પહોંચે તે સપનાને લઈને આજીબાઈજી શાળા ખોલવામાં આવી અને ધીરે ધીરે તેમનું સપનું સાકાર થઈ રહ્યું છે. ગામની વૃધ્ધ મહિલાઓને આ શાળાએ આવવું ગમી રહ્યું છે.


આ પણ વાંચો: Health Tips: રાત્રે ઉંઘતાં પહેલાં ભૂલથી પણ ના પીવો પાણી, આ મોટી બીમારીઓનો શિકાર બનશો
આ પણ વાંચો:
 શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
આ પણ વાંચો:
  યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા


દાદીઓનું એવું કહેવું છે કે શાળામાં પ્રવેશ મેળવ્યા પછી તેઓને લખતા વાંચતા આવડ્યું છે એ તેમના માટે ધણા ગર્વની વાત છે અને ગામના લોકોએ પણ આ દાદીઓને પ્રોત્સાહન પૂરુ પાડ્યુ છે. દાદીઓનું એવું કહેવું છે કે અમે નાનપણમાં શિક્ષણથી વંચિત રહ્યા છે પણ અમેને આ એક તક મળી છે અને તેનો પૂરે પૂરો ઉપયોગ કરવા માંગીયે છે. આ શાળા શરૂ થવાથી દાદીઓના શિડીયુલ પણ બદલાઈ ગયા છે. તેઓ બે કલાક શાળામાં જાય છે અને બાકીના કલાક તેઓ પોતાના પૌત્ર અને પૌત્રીઓ સાથે હોમવર્ક કરે છે અને લોકો તમને મદદ પણ કરે છે. જાગ્યા ત્યારથી સવાર જો તમારે કઈ શીખવું છે ઉંમર તમને એમાં કોઈ અડચણ ઉભી નહી કરે. ફંગાની ગામની આ સ્કુલ અને આ દાદીઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.


આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો: હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube