મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Govt)એ કોરોના વાયરસ (Coronavirus)ના નવા સ્ટ્રેનને રોકવા માટે રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા આ સંબંધમાં સત્તાવાર સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાનું નવું વેરિએન્ટ છે લૉકડાઉનનું કારણ
ઉદ્ધવ ઠાકરે સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'રાજ્યમાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો છે, તેથી તેનો પ્રસાર રોકવા માટે કેટલાક આપાત પગલા ભરવામાં આવી રહ્યાં છે અને રાજ્યમાં લૉકડાઉન સંબંધિત પ્રતિબંધો 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવે છે.' સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે, જે ગતિવિધિઓને સમય-સમય પર મંજૂરી આપવામાં આવી છે, તે યથાવત રહેશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોરોના બાદ હવે વિશ્વના અન્ય દેશોમાં કોવિડ-19નો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેથી ન્યૂ કોરોના સ્ટ્રેનના ખતરાને જોતા લૉકડાઉન આ વર્ષે 2021ને જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ લંચ બ્રેકમાં કેન્દ્રીય મંત્રીઓએ લાઇનમાં ઉભા રહી કિસાનો સાથે ભોજન કર્યું, જુઓ Photos


સાદગીથી ઉજવો નવું વર્ષ
મહારાષ્ટ્રમાં લૉકડાઉનના તમામ જૂના નિયમ લાગુ રહેશે. રાજ્ય સરકારે લોકોને અપીલ કરી છે કે તે નવા વર્ષની ઉજવણી સાદગી પૂર્ણ અને સરળ રીતે ઘર પર જ કરવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક મહિનામાં સરકારે લૉકડાઉનના પ્રતિબંધોમાં ઘણા પ્રકારની છૂટ આપી છે. મહારાષ્ટ્રની સરકારે પાછલા મહિને પૂજા સ્થળોને બીજીવાર ખોલવાની મંજૂરી આપી હતી. આ સાથે રાજ્યના કેટલાક ભાગમાં શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. 


ભારતમાં આટલા લોકો થયા ન્યૂ સ્ટ્રેનથી સંક્રમિત
તમને જણાવી દઈએ કે બુધવારે ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધુ 14 કેસ સામે આવ્યા છે. આ સાથે આ નવા સ્ટ્રેનથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધીને 20 પહોંચી ગઈ છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 30 ડિસેમ્બરે જાણકારી આપી હતી. મંગળવારે કોવિડના બ્રિટન સ્ટ્રેનના 6 કેસ સામે આવ્યા હતા. 


આ પણ વાંચોઃ CBSE Board Exam 2021: ઓફલાઇન લેવાશે સીબીએસઈની પરીક્ષા, કાલે જાહેર થશે ટાઇમટેબલ


વાત જો કોરોના કેસની કરીએ તો દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધી કોરોનાના 19,25,066 કેસ સામે આવ્યા છે. તો 49,373 દર્દીઓના મૃત્યુ થયા છે અને  55,672 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાન પર કર્ણાટક છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube