મુંબઈ: અપક્ષ ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાની આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ હાલ સ્થિતિ વણસતી જોવા મળી રહી છે. નવનીત રાણાએ સવારે નવ વાગ્યાનો સમય આપ્યો હતો અને તે પહેલા જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘરની બહાર પહોંચી ગયા અને હંગામો મચાવવા લાગ્યા. આ બંનેને મુંબઈ પોલીસે કલમ 149 હેઠળ નોટિસ પાઠવી છે. આમ છતાં દંપત્તિ પાઠ કરવા પર મક્કમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરે પર આરોપ
નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સીએમએ બેઠક કરીને શિવસૈનિકોને મારા ઘરે મોકલ્યા. તેમણે કહ્યું કે આપણા મંત્રી બે-અઢી વર્ષથી કોઈ પણ જિલ્લાની મુલાકાતે ગયા નથી. રાજ્યમાં એટલી સમસ્યાઓ છે પરંતુ મુખ્યમંત્રી તેના પર ધ્યાન આપતા નથી. હું 100 ટકા માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરીશ. તેમણે એમ પણ કહ્યું કે અમારા હાથમાં કોઈ લાકડી ડંડા નથી. અમે તો બસ માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગીએ છીએ. પરંતુ મુખ્યમંત્રીને તેનાથી પણ પરેશાની છે. મુખ્યમંત્રી બાળા સાહેબના વિચારો  ભૂલી ગયા છે.


અમને કોઈ રોકી શકશે નહીં- નવનીત રાણા
શિવસેનિકોના હંગામા બાદ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે, અમને કોઈ રોકી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે અમારા ઘરની બહાર શિવસૈનિકોએ બેરિકેડ તોડી નાખ્યા છે. આ બધા વચ્ચે નવનીત રાણાના પતિ રવિ રાણાએ કહ્યું કે તેમના ઘરમાં શિવસૈનિકો ઘૂસી રહ્યા છે. અમને માતોશ્રી જતા રોકવામાં આવી રહ્યા છે. પરંતુ અમને કોઈ રોકી શકશે નહીં. અમે માતોશ્રી બહાર જઈશું અને હનુમાન ચાલીસાના પાઠ કરીશું. 


નવનીત રાણાના ઘરની બહાર હંગામો
મુંબઈમાં ખાર વિસ્તારમાં આવેલા સાંસદ નવનીત રાણાના ઘર બહાર મોટી સંખ્યામાં શિવ સૈનિકો પહોંચી ગયા છે. પોલીસે શિવસૈનિકોને રોકવા માટે નવનીત રાણાના ઘરની બહાર  બેરિકેડિંગ કરી હતી પરંતુ 9 વાગતા જ શિવસૈનિકો પોલીસની બેરિકેડિંગ તોડીને ગેટ સુધી પહોંચી ગયા. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. શિવવસૈનિકો નવનીત રાણાને માતોશ્રી જતા રોકી રહ્યા છે. નવનીત રાણા અને તેમના પતિ શુક્રવારે મુંબઈ પહોંચ્યા હતા. 


નવનીત રાણાને આપશે 'મહાપ્રસાદ'
શિવસૈનિકોનું કહેવું છે કે તેઓ નવનીત રાણાના ઘરની બહારથી પાછા ફરશે નહીં. તેમનું કહેવું છે કે નવનીત રાણાના હનુમાન ચાલીસા પઢવાની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ શિવસૈનિકો નવનીત રાણાને 'મહાપ્રસાદ' આપવાની પણ વાત કરી રહ્યા છે. 


Boris Johnson: રશિયા વિશે ભારતના વલણ પર બોરિસ જ્હોન્સને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?


નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે રાજીનામું આપ્યું, હવે સુમન બેરી સંભાળશે કમાન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube