Maharashtra News: ઉદ્ધવ ઠાકરે શા માટે 6:40 મિનિટે જ લેશે શપથ? શું છે જ્યોતિષોની સલાહ
Maharashtra News: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રીના રૂપમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 6 વાગ્યાને 40 મિનિટ પર શપથ લેશે. તેમની શપથવિધિનો આ સમય ખુબ જ શુભ ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ વૃષભ લગ્ન મુર્હૂત છે. એસ્ટ્રોલોજર ડોક્ટર વાયએસ રાખવાનું કહેવું છે કે આ મુર્હૂતમાં કરવામાં કરેલા કાર્યોને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રીના રૂપમાં શિવસેના (Shivsena) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 6 વાગ્યાને 40 મિનિટ પર શપથ લેશે. તેમની શપથવિધિનો આ સમય ખુબ જ શુભ ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ વૃષભ લગ્ન મુર્હૂત છે. એસ્ટ્રોલોજર ડોક્ટર વાયએસ રાખવાનું કહેવું છે કે આ મુર્હૂતમાં કરવામાં કરેલા કાર્યોને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) શપથગ્રહણ સમારોહ વખતે અમૃત ચોખડીયું છે. જેના પર ચંદ્વમાની છાયા રહેશે.માનવામાં આવે છે કે અમૃત ચોખડીયા પર ચંદ્વમાની છાયા થતાં આ દરમિયાન કરવામાં આવેલા કાર્યોને સો-ટકા વિજય પ્રાપ્તિ યોગ રહે છે.
પરંતુ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર આ ઘડીને લઇને એક રસપ્રદ સંભાવના પણ વ્યક્ત કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દશમા સ્થાને કુંભ રાશિનું અધિપતિ અષ્ટમમાં શુક્રની સાથે બિરાજમાન છે. તેનાથી લૌકિક જરૂર પ્રાપ્ત થશે પરંતુ 2011 બાદ આંતરિક કલેશનો યોગ પણ બને છે. જોકે આ મહારાષ્ટ્રની સરકાર અને ઉદ્ધવ ઠાકરે માટે આગામી સમય કેવો રહેશે એ તો આગામી સમય બતાવશે. અત્યારે કોઇ પરિણામ પર પહોંચી ન શકાય.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube