નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે સત્તાને લઈને સંઘર્ષ પરાકાષ્ઠાએ છે. મુંબઈમાં આજે શિવસેના પ્રમુખના વિધાયક પુત્ર આદિત્ય ઠાકરેને એકવાર ફરીથી રાજ્યના આગામી સીએમ બતાવતા પોસ્ટર જોવા મળી રહ્યાં છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર તેમના પુત્ર આદિત્ય ઠાકરેના આવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જેમાં લખ્યું છે કે મારો વિધાયક, મારો મુખ્યમંત્રી. કહેવાય છે કે આ પોસ્ટર શિવસેનાના કોર્પોરેટર હાજી અલીમ ખાને લગાવડાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM પદની ઘેલછા...શિવસેના હવે NCP સાથે મળીને બનાવશે સરકાર? કોંગ્રેસ બહારથી આપશે ટેકો!

અત્રે જણાવવાનું કે આ અગાઉ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું તેના પર નજર નાખીએ તો સવાલ ઉઠે છે કે શું શિવસેનાના વિધાયક આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની તૈયારીઓ કરી લેવાઈ છે? આ જ પ્રકારના પોસ્ટરો ગત મહિને મુંબઈમાં 25 ઓક્ટોબરના રોજ વરલીમાં લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરો ચૂંટણીના પરિણામો બાદ તરત લગાવાયા હતાં. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરે થઈ હતી. જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવ્યું હતું. 


શિવસેના ગમે તેટલા ધમપછાડા કરે પણ BJP માને છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે, જાણો કેમ?


સોનિયા, પવાર અને શાહ, ફડણવીસની મુલાકાત, સ્થિતિ સ્પષ્ટ નથી
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. સરકાર બનાવવાને લઈને સોમવારે આખો દિવસ બેઠકો ચાલ્યા કરી પરંતુ સ્થિતિ સ્પષ્ટ થઈ નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ મેળ-મુલાકાતો થવા છતાં રાજ્યની રાજકીય તસવીર સ્પષ્ટ થઈ નથી. જો કે ભાજપને આશા છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં થયેલી બેઠક બાદ આ સંકેત મળ્યા છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ સીએમ પદ પર સમાધાનના પક્ષમાં નથી. ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા તૈયાર છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ હાલ વેઈટ એન્ડ વોચની રણનીતિ પર કામ કરશે. ભાજપ અલ્પમતમાં સરકાર બનાવશે નહીં. 50-50ના ફોર્મ્યુલા પર ભાજપ સહમત નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ મંત્રાલય વહેંચવા તૈયાર છે. ભાજપ પાસે અપક્ષો અને નાની પાર્ટીઓના ધારાસભ્યો મળીને 121 ધારાસભ્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...