અમદાવાદ :મહારાષ્ટ્રમાં (Maharashtra Politics) શનિવારે સવારે મોટી રાજકીય ઉથલપાથલ થઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશિયરીએ તેમને પદની ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. તો રાંકપા નેતા અને શરદ પવાર (Sharad Pawar) ના ભત્રીજા અજીત પવારે (Ajit Pawar) ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન (President rule) લાગ્યું હતું, જે આજે સવારે 5.47 કલાકે હટાવી દીધું હતું. તેના બાદ સવારે 8.15 કલાકે ફડણવીસ અને અજીત પવારે શપથ લીધા હતા.


આખરે સંજય રાઉત બોલ્યા, ‘અંધારામાં પાપ થયું છે, રાજ્યની જનતા તેઓને રસ્તા પર ફરકવા નહિ દે...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે ચર્ચા કરીને બેસ્યા હતા, અને સવારે સત્તા બદલાઈ
શુક્રવારે સવારે અંદાજે 7.45 કલાકે શરદ પવારે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોલ લગાવી હતી. તેના બાદ ભાજપે અજીત પવાર સાથે સત્તા બનાવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના ક્રમથી બે સવાલ ઉઠ્યા છે કે, શું ભાજપ-રાંકપાએ સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કર્યો હતો. બીજુ એ કે, શું રાજ્યપાલે ફડણવીસને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. 


ટ્વિટ કરનાર સંજય રાઉતને ખબર પણ ન પડી કે, એક કલાકમાં તેમના પગ નીચેથી સત્તા સરકી જશે


કેન્દ્રમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે હ્ટયું
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવ્યા હતા. તેના બાદ અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીની વાત પર ભાજપ-શિવસેના ગઠબંધનમાં તકલીફ પડી હતી. તેના બાદ શિવસેના-એનસીપી અને કોંગ્રેસમાં સરકાર બનાવવાને લઈને સહમતિ બની હતી. શુક્રવારે રાત્રે એનસીપી અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટ કર્યું હતું કે, ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વ પર સહમતિ બની ગઈ છે. રાત્રે 9 વાગ્યા સુધી મીટિંગ થઈ હતી, ત્યારે રાજ્યપાલે ક્યારે ચિઠ્ઠી સેન્ટ્રલ કેબિનેટને મોકલી, કેન્દ્ર સરકારે ક્યારે મીટિંગ થઈ, અને સેન્ટ્રલ કેબિનેટે કેવી રીતે પોતાની સહમતિ આપી અને સવારે 5.47 સમયે ક્યારે રાષ્ટ્રપતિ શાસન હતું તે આંકડો અનેક લોકોને પચી રહ્યો નથી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube