મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું Covid-19 સંક્રમણના કારણે નિધન, 3 દિવસ પહેલા હતો જન્મદિવસ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના વાયરસ સંબંધિત જટિલતાઓના કારણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન થયું. તેઓ 66 વર્ષના હતા અને દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક કાર્યકર તરીકે કાર્યરત હતા.
જોહાનિસબર્ગ: મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ના પ્રપૌત્ર સતીષ ધુપેલિયા (Satish Dhupelia) નું કોરોના વાયરસ (Corona Virus) સંબંધિત જટિલતાઓના કારણે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં નિધન થયું. તેઓ 66 વર્ષના હતા અને દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક કાર્યકર તરીકે કાર્યરત હતા. તેમના પરિવારે આ સમાચારને કન્ફર્મ કર્યા છે.
ન્યૂમોનિયાની સારવાર દરમિયાન થયા હતા કોરોના સંક્રમિત
સતીષ ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ ખબર કન્ફર્મ કરતા કહ્યું કે તેમના ભાઈનું કોવિડ-19 સંબંધિત જટિલતાઓના કારણે મૃત્યુ થયું છે. તેમણે જણાવ્યું કે તેમના ભાઈને ન્યૂમોનિયા થયો હતો અને ત્યારબાદ તેના ઉપચાર માટે તેઓ એક મહિનાથી હોસ્પિટલમાં હતા. સારવાર દરમિયાન તેઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.
Corona ના હાહાકાર વચ્ચે રસી અંગે અમેરિકાથી આવ્યા અત્યંત શુભ સમાચાર
હાર્ટ એટેકથી નિધન
ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે "ન્યૂમોનિયાથી એક મહિનો પીડાયા બાદ મારા વ્હાલા ભાઈનું નિધન થઈ ગયું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોવિડ 19ની ઝપેટમાં આવી ગયા હતા." રવિવારે ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં તેમણે કહ્યું કે "આજે સાંજે તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમનું નિધન થયું."
ત્રણ દિવસ પહેલા જ હતો તેમનો જન્મદિવસ
ઉમા ધુપેલિયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે સતીષ ધુપેલિયાનો જન્મ 19 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ શશિકાન્ત અને સિતા ધુપેલિયાના પુત્ર હતા. સતીષ ધુપેલિયાના પરિવારમાં બે બહેનો ઉમા અને કિર્તી મેનન છે જેઓ ત્યાં જ રહે છે. આ ત્રણેય મણિલાલ ગાંધીના વારસદાર છે. જેમને મહાત્મા ગાંધી પોતાના કાર્યો પૂરા કરવા માટે દક્ષિણ આફ્રિકામાં જ છોડીને ભારત આવ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube