મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન? DyCM બોલ્યા- સમીક્ષા પછી નિર્ણય, CM ઠાકરેએ કહ્યું- 'કોરોનાની લહેર નહીં સુનામી છે'

ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિવેદન પણ ચિંતા ઉપજાવનારું છે. તેમણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગે તેવા સંકેત આપ્યા છે. 

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન? DyCM બોલ્યા- સમીક્ષા પછી નિર્ણય, CM ઠાકરેએ કહ્યું- 'કોરોનાની લહેર નહીં સુનામી છે'

નવી દિલ્હી: દિલ્હી બાદ કોરોના (Corona Virus) નું ભયંકર સ્વરૂપ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. રવિવારે કોરોના મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કર્યું. સીએમ ઠાકરેએ કહ્યું કે દુનિયાભરમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. આ કોરોનાની લહેર નથી પણ સુનામી છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. આ બાજુ ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિવેદન પણ ચિંતા ઉપજાવનારું છે. તેમણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગે તેવા સંકેત આપ્યા છે. 

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ છે, પરંતુ જે લોકો 8 મહિનાથી આ કામમાં લાગ્યા છે, તેમના ઉપર પણ દબાણ ઓછું કરવું જોઈએ. રસી હજુ આપણા હાથમાં નથી આવી. મહારાષ્ટ્રમાં 12 કરોડ લોકો છે. રસીના બે ડોઝ એટલે 24 ડોઝની જરૂર પડે. તેને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ નથી. હાલ તેનું સમાધાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું છે. તેમણે કહ્યું કે હજુ પણ અનેક લોકો માસ્ક પહેરતા નથી, જે ચિંતાનો વિષય છે. 

— ANI (@ANI) November 22, 2020

કોરોનાના સંકટકાળમાં રાજકારણ ખેલાવું જોઈએ નહીં. જે લોકો કહે છે કે આ ખોલો, તે ખોલો, શું તમે જવાબદારી લેશો? કેટલાક લોકો મને રાત્રિ કરફ્યૂ લગાવવાનું સૂચન આપી રહ્યા છે પરંતુ મને લાગે છે કે દરેક ચીજ માટે ઓર્ડરની જરૂર નથી હોતી. જરૂર ન હોય તો લોકો ઘરમાં  બહાર ન નીકળે. જો મહારાષ્ટ્રે કઈંક કરી લેવાનું નક્કી કરી લીધુ તો અમે તેને પૂરું કરીએ છીએ. આથી હું તમને અપીલ કરું છું કે ભીડથી બચો, જરૂર પડે તો જ બહાર નીકળો અને માસ્ક જરૂર પહેરો.

લોકડાઉન પર નિર્ણય
સીએમ ઉદ્ધવ ઠાકરેના સંબોધન પહેલા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે દિવાળી દરમિયાન બજારોમાં ભીડથી કોરોના સંક્રમણ વધ્યું છે. તેમણે કહ્યું કે આગામી 8 થી 10 દિવસોમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, ત્યાર બાદ લોકડાઉન અંગે આગળ નિર્ણય લેવામાં આવશે. 

— ANI (@ANI) November 22, 2020

ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે, 'દિવાળી દરમિયાન સ્થિતિ એવી હતી કે જાણે ભીડે જ કોરોનાને મારી નાખ્યો. કોરોનાની બીજી લહેરની આશંકા છે. રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જે અલગ અલગ છે કે શાળાઓને સેનેટાઈઝ કેવી રીતે કરવી અને સ્વચ્છ કેવી રીતે કરવી.' 

તેમણે એમ પણ કહ્યું કે 'દિવાળી દરમિયાન ખુબ ભીડ હતી. ગણેશ ચતુર્થી વખતે પણ આપણે ભીડ જોઈ. અમે સંબંધિત વિભાગો સાથે વાત કરી રહ્યા છીએ. અમે આગામી 8-10 દિવસો માટે સ્થિતિની સમીક્ષા કરીશું અને ત્યારબાદ લોકડાઉન અંગે આગળ નિર્ણય લેવામાં આવશે.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news