Corona ના હાહાકાર વચ્ચે રસી અંગે અમેરિકાથી આવ્યા અત્યંત શુભ સમાચાર
Trending Photos
વોશિંગ્ટન: કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક દેશ મહામારીને રોકવા માટે રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે અમેરિકાથી કોરોના રસીને લઈને સારા સમાચાર આવ્યા છે અને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ શકે છે.
મંજૂરી મળ્યાના 24 કલાકની અંદર શરૂ કરવાનો પ્લાન
અમેરિકામાં કોરોના વાયરસ રસીકરણ કાર્યક્રમના પ્રમુખ મોનસેફ સ્લાઉએ જણાવ્યું કે અમારી યોજના છે કે મંજૂરી મળ્યાના 24 કલાકની અંદર રસીને રસીકરણ કાર્યક્રમ સ્થળોએ પહોંચાડવામાં આવે. મને આશા છે કે મંજૂરી મળ્યા બાદ 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણનું કામ શરૂ થઈ જશે.
8 થી 10 ડિસેમ્બર વચ્ચે થશે મંજૂરી પર ચર્ચા
અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મનની તેની ભાગીદાર કંપની બાયોએનટેકે કોરોના રસીના ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકાના FDA માં અરજી કરી છે. રસીની મંજૂરી પર ચર્ચા માટે FDAની રસી સંબંધિત સમિતિની 8થી 10 ડિસેમ્બર વચ્ચે બેઠક થવાની છે.
દુનિયાભરમાં અમેરિકા સૌથી વધુ પ્રભાવિત
અત્રે જણાવવાનું કે અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 2.62 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 74.52 લાખ લોકો સાજા થયા છે. પરંતુ હજુ પણ 48.73 લાખ એક્ટિવ કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે