ઉજ્જૈન: ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેની આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરથી દબોચવામાં આવ્યો. વારદાતના 6 દિવસ બાદ કેવી રીતે પકડાયો વિકાસ દુબે? વિકાસ દુબેની ઓળખ મહાકાલ મંદિરના સિક્યુરિટી ગાર્ડે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking: વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મહાકાલના દર્શન કરવા ગયો હતો ઉજ્જૈન


ગાર્ડે તેને ઓળખ્યા બાદ ઉજ્જૈન પોલીસને બોલાવી હતી. ખબર મળતા જ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મનોજ સિંહ વિકાસ દુબેની કસ્ટડી લેવા માટે મહાકાલ મંદિર પહોંચી ગયા હતાં. છેલ્લા 150 કલાકથી છૂપાતા ફરતા વિકાસ દુબેએ 3 જુલાઈની રાતે અત્યંત જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો જેમાં 8 પોલીસકર્મીઓની ઘાતકી હત્યા કરી હતી. 


કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના વધુ બે સાથી એન્કાઉન્ટરમાં ઠાર, પ્રભાત કાલે જ ફરીદાબાદથી પકડાયો હતો


યુપીના પૂર્વ ડીજીપી અરવિંદકુમાર જૈને કહ્યું કે એવું લાગે છે કે વિકાસ દુબે સમર્પણ કરવાના હેતુથી જ ઉજ્જૈનના મહાકાલ મંદિર આવ્યો હોવો જોઈએ. ગાર્ડ આગળ પોતાની ઓળખ છતી કરીને અને તેને પોલીસને બોલાવવાનું કહ્યું. જૈને વધુમાં કહ્યું કે દુબે મધ્ય પ્રદેશ પોલીસ પાસે સરન્ડર કરવાના પ્લાન સાથે જ ઉજ્જૈન આવ્યો હતો. કારણ કે તેને ડર હતો કે યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તેનું એન્કાઉન્ટર કરી નાખે તેવો તેને ડર હતો. 


કાનપુર એન્કાઉન્ટર: દેવેન્દ્ર મિશ્રાના વાયરલ પત્ર અંગે આવ્યો તપાસ રિપોર્ટ, થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો


આ અગાઉ વિકાસ દુબેના બે સાથીઓ આજે એન્કાઉન્ટરમાં ઠાર થયા. પ્રભાત મિશ્રાની પોલીસે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો. આ ઉપરાંત વિકાસ દુબે ગેંગનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બઉવન ઉર્ફે રણવીર પણ યુપીના ઈટાવામાં ઠાર થયો.


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube