Big Breaking: વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મહાકાલના દર્શન કરવા ગયો હતો ઉજ્જૈન

કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસની પકડમાં આવી ગયો છે. તેને ઉજ્જૈનથી પોલીસે પકડ્યો. 

Big Breaking: વિકાસ દુબેને પોલીસે દબોચ્યો, મહાકાલના દર્શન કરવા ગયો હતો ઉજ્જૈન

નવી દિલ્હી: કાનપુર એન્કાઉન્ટરનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસની પકડમાં આવી ગયો છે. તેને ઉજ્જૈનથી પોલીસે પકડ્યો. 8 પોલીસકર્મીઓની નિર્મમ હત્યા કરનારો વિકાસ દુબે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. મહાકાલ મંદિરના ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો હતો. ત્યારબાદ તેણે પોલીસને સૂચના આપી હતી. અત્રે જણાવવાનું કે તેની શોધ પાંચ રાજ્યોની પોલીસ કરી રહી હતી. 

— ANI (@ANI) July 9, 2020

કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરતા મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે 'વિકાસ દુબે હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. હાલ ધરપકડ કેવી રીતે થઈ તે અંગે કહેવું ઠીક નથી. મંદિરની અંદર કે બહાર..ક્યાંથી ધરપકડ થઈ, તે અંગે જણાવવું ઠીક નથી. વિકાસ ક્રુરતાની હદે શરૂઆતથી જ પાર કરતો આવ્યો છે. વારદાત થયા બાદથી જ અમે સમગ્ર મધ્ય પ્રદેશ પોલીસને અલર્ટ પર રાખી હતી.'

આ અગાઉ વિકાસ દુબેના બે સાથીઓ આજે એન્કાઉન્ટરમાં ઠાર થયા. પ્રભાત મિશ્રાની પોલીસે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો. આ ઉપરાંત વિકાસ દુબે ગેંગનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બઉવન ઉર્ફે રણવીર પણ યુપીના ઈટાવામાં ઠાર થયો.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પ્રભાત મિશ્રાને બુધવારે પોલીસે ફરીદાબાદમાંથી પકડ્યા બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ કાનપુર પાસે હાઈવે પર ભૌંતી પાસે તેણે એસટીએફના પોલીસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ પ્રભાતના ફાયરિંગનો પોલીસે જવાબ આપ્યો અને તે માર્યો ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news