કોલકત્તાઃ વિક્યોરિયા મેમોરિયલ (Victoria Memorial) મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta Banerjee) ની નારાજગી એકવાર ફરી સામે આવી છે. કાર્યક્રમમાં જય શ્રીરામના નારા લાગવાથી નારાજ મમતા બેનર્જી (Mamta Banerjee) એ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. મમતા બેનર્જીએ માત્ર એક મિનિટ ભાષણ આપ્યું અને મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. હકીકતમાં જ્યારે મમતા બેનર્જી પોતાના સંબોધન માટે મંચ તરફ આગળ વધ્યા, આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જય શ્રીરામ અને ભારત માતાના જયની નારેબાજી શરૂ કરી હતી. મંચ પર પ્રધાનમંત્રી મોદી પણ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારાજ મમતા બેનર્જીએ  (Mamta Banerjee) કહ્યું કે, સરકારી કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. કોઈનું અપમાન કરવું યોગ્ય નથી. મમતાએ કહ્યું- સરકારના કાર્યક્રમની ગરિમા હોવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. તમને કોઈને આમંત્રિત કર્યા બાદ તેનું અપમાન કરવું શોભા આપતું નથી. વિરોધના રૂપમાં હું કંઈ બોલીશ નહીં. ત્યારબાદ તેઓ જય હિંદ-જય બાંગ્લા બોલીને મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. આ પહેલા મમતા બેનર્જીએ કોલકત્તામાં કાર્યક્રમ આયોજીત કરવા માટે પીએમ મોદી (Narendra Modi) અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયનો આભાર પણ માન્યો હતો. મહત્વનું છે કે નેતાજીની 125મી જયંતિને કેન્દ્ર સરકાર પરાક્રમ દિવસના રૂપમાં ઉજવી રહી છે. 


LIVE: પીએમ મોદી બોલ્યા- કોલકત્તા આવવું ભાવુક કરનારી ક્ષણ, નેતાજીને નમન


પરાક્રમ દિવસને લઈને મમતા બેનર્જીએ લગાવ્યા છે આરોપ
ઉલ્લેખનીય છે કે થોડા મહિનામાં બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવા સમયમાં જ્યારે કેન્દ્ર સરકારે નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવાનો નિર્ણય લીધો તો મમતા બેનર્જીએ તેને ચૂંટણીમાં ફાયદા માટેનો પ્રયાસ ગણાવ્યો હતો. મમતા બેનર્જીનો આરોપ છે કે પરાક્રમ દિવસને લઈને પીએમ મોદીએ તેમની સાથે ચર્ચા-વિચારણા કરી નથી. આ વાતને લઈને પણ મમતા બેનર્જી પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube