કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee)એ સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર જોરદાર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અમિત શાહે એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં આવીને સરકાર પર જે ગંભીર આરોપ લગાવ્યા છે તે માત્ર ખોટી વાતો છે. મમતાએ કહ્યુ કે, અમિત શાહે તથ્યોની તપાસ કર્યા વગર આરોપ લગાવ્યા છે. તેઓ કાલે એટલે કે મંગળવારે અમિત શાહના હુમલાનો વિગતવાર જવાબ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે, હાલના સમયમાં ભાજપના નેતા ગમે તે બોલી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ભાજપ એક 'છેતરનાર' પાર્ટી છે, રાજનીતિ માટે ગમે તે કરી શકે છે. અમે સીએએનો વિરોધ કરી રહ્યાં છીએ કારણ કે તે કાયદાના રૂપમાં પસાર કરવામાં આવ્યો હતો. તે (ભાજપ) નાગરિકોના ભાગ્યનો નિર્ણય ન કરી શકે. તેને પોતાના ભાગ્યનો નિર્ણય કરવા દો. અમે સીએએ, એનપીઆર અને એનઆરસીની વિરુદ્ધ છીએ. 


બે વખત મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા મોતીલાલ વોરા


અમિત શાહે મમતા પર લગાવ્યા હતા આ આરોપ
એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે દેશ આઝાદ થયો તો દેશના ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં બંગાળની ભાગીદારી 30 ટકા હતી, આજે 3 ટકા છે. તે માટે કોણ જવાબદાર છે. પ્રતિ વ્યક્તિ આવક 1960મા મહારાષ્ટ્રના મુકાબલે આશરે બમણી હતી, આજે અડધી રહી નથી. આખરે કોણ જવાબદાર છે. 1960મા બંગાળ ભારતના સૌથી અમીર રાજ્યોમાં સામેલ હતું, હવે ખુબ નીચે છે. કોણ જવાબદાર છે? અમિત શાહે કહ્યુ કે, 1950ના દાયકામાં દેશની ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં લગભગ 70 ટકા હિસ્સો બંગાળનો હતો, આજે 7 ટકા. કોણ જવાબદાર છે. જૂટ ઉદ્યોગ બરબાદ થઈ ગયો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube