Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, મોરેહ જિલ્લામાં 30 ઘર-દુકાનોમાં લગાવી આગ, સુરક્ષાદળો પર ચલાવી ગોળીઓ
Violence in Manipur: અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનીક લોકોએ મણિપુરની રજીસ્ટ્રેશનવાળી બસને સપોરમીનામાં રોકી લીધુ અને કહ્યું કે તે આ વાતની તપાસ કરશે કે બસમાં બીજા સમુદાયના લોકો તો નથીને. અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી કેટલાક લોકોએ બસોને આગ લગાવી દીધી હતી.
ઇમ્ફાલઃ Manipur Crisis: મણિપુરમાં હિંસાની સ્થિતિ સતત યથાવત છે. બુધવારે મોરેહ જિલ્લામાં ટોળાએ ઓછામાં ઓછા 30 ઘરો અને દુકાનોમાં આગ લગાવી દીધી છે. તેણે સુરક્ષાદળો પર ગોળીબારી પણ કરી હતી. ખાલી પડેલા આ ઘર મ્યાનમાર સરહદની નજીક મોરેહ બજાર ક્ષેત્રમાં હતા. આગચાંપી બાદ ટોળા અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબારી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે હજુ તે સ્પષ્ટ થયું નથી કે ઘટનામાં કોઈના મોત થયા છે કે નહીં.
અધિકારીઓએ જણાવ્યું કે આગપાંચી કાંગપોકપી જિલ્લામાં ભીડ દ્વારા સુરક્ષાદળોની બે બસોને આગ લગાવવાની ઘટનાના એક દિવસ બાદ થઈ છે. આ ઘટના સપોરમીનામાં તે સમયે થઈ, જ્યારે બસો મંગળવારે સાંજે દીમાપુરથી આવી રહી હતી. આ દરમિયાન કોઈને નુકસાન થવાની સૂચના મળી નથી.
બસોમાં લગાવી દીધી આગ
અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનીક લોકોએ મણિપુરની રજીસ્ટ્રેશનવાળી બસોને સપોરમીનામાં રોકી લેવામાં આવી અને કહ્યું કે તે આ વાતની તપાસ કરશે કે બસમાં ક્યાંક બીજા સમુદાયના કોઈ સભ્યો તો નથી. અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી કેટલાક લોકોએ બસમાં આગ લગાવી દીધી.
આ પણ વાંચોઃ દિલ્હી, ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
આ વચ્ચે મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યુ કે ઇમ્ફાલના સજીવા અને થૌબલ જિલ્લાના યાઇથિબી લોકોલમાં અસ્થાયી ઘરોનું નિર્માણ પૂરુ થવાનું છે. સિંહે એક ટ્વીટ કરી કહ્યું- ખુબ જલદી પીડિત પરિવાર રાહત શિબિરોથી તેના ઘરમાં જઈ શકશે. રાજ્ય સરકાર હાલમાં હિંસાથી પ્રભાવિત લોકોના પુનર્વાસ માટે પહાડીઓ અને ઘાટી બંનેમાં હર સંભવ ઉપાય કરી રહી છે.
બનાવવામાં આવશે 3-4 હજાર ઘર
મુખ્યમંત્રીએ પાછલા મહિને કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યમાં જાતીય સંઘર્ષને કારણે પોતાનું ઘર છોડનાર લોકો માટે ત્રણથી ચાર હજાર ઘર બનાવશે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં પર્વતીય જિલ્લામાં ત્રણ મેએ આયોજીત આદિવાસી એકજુથતા માર્ચ દરમિયાન હિંસા ભડકાવ્યા બાદ રાજ્યમાં અત્યાર સુધી 160થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube