Weather Update: દિલ્હી, ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Monsoon 2023: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદને જોતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે, ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદની સંભાવના જોતા હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
તેલંગણા અને આંધ્ર પ્રદેશ માટે રેડ એલર્ટ
આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામાણિએ કહ્યું કે અમે હજુ પણ દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રના કિનારે પશ્ચિમ મધ્ય ખાડી પર ઓછા દબાણનો સામનો કરી રહ્યા છીએ. જેના કારણે વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે. તેમણે કહ્યું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઓડિશામાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
#WATCH | IMD Senior Scientist RK Jenamani says, "We have well-marked low pressure over still South Odisha, North Andhra coast over West Central Bay and Adjourning Northwest Bay. So because of that the rainfall has been heavy to very heavy, isolated extremely heavy. We have the… pic.twitter.com/4IRMU5t22T
— ANI (@ANI) July 26, 2023
દિલ્હી સહિત આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદને જોતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવામાન વિભાગે દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. તો પશ્ચિમી હિમાલય માટે આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
28 જુલાઈ સુધી જાહેર કરવામાં આવ્યું એલર્ટ
સાથે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે આગામી બે દિવસ માટે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ જેવા ક્ષેત્રમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
IMD એ આગાહી કરી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં અલગ અલગ ભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMD અનુસાર, બુધવારથી શનિવાર સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી રવિવાર સુધી વરસાદની સંભાવના છે, જ્યારે રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં બુધવારથી શુક્રવાર સુધી વરસાદ પડશે.
વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદની શક્યતા
સાથે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બુધવારથી શુક્રવાર સુધી અને હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં બુધવાર અને ગુરૂવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો મધ્ય ભારતમાં બુધવારથી શનિવાર દરમિયાન હળવાથી મધ્ય વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના
આ ઉપરાંત, આઈએમડીએ દક્ષિણ ભારતમાં અલગ-અલગ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ બુધવારથી શુક્રવાર સુધી કોસ્ટલ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે 26-28 જુલાઈ સુધી ઉપ-હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અને શનિવાર અને રવિવારે ઝારખંડ અને બિહારમાં વરસાદની સંભાવના છે. તે જ સમયે, 30 જુલાઈ સુધી પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે શુક્રવારે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે