Farmers Protest વચ્ચે `મન કી બાત`માં PM મોદીએ કૃષિ કાયદા પર કરી મોટી વાત
ધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશને `મન કી બાત` દ્વારા સંબોધન કર્યું. તેમણે મન કી બાત કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે આજે હું તમારી સાથે એક ખુશખુબરી શેર કરી રહ્યો છું. અન્નપૂર્ણાની એક ખુબ જૂની પ્રતિમા કેનેડાથી ભારત આવી રહી છે. આ મૂર્તિ 1913માં વારાણસીના મંદિરમાંથી ચોરી થઈ હતી. આ ઉપરાંત પીએમ મોદીએ નવા ખેતી કાયદાને લઈને ખેડૂતોના થઈ રહેલા વિરોધ પ્રદર્શન વિશે પણ વાત કરી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશને 'મન કી બાત' દ્વારા સંબોધન કર્યું. તેમણે મન કી બાત કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે આજે હું તમારી સાથે એક ખુશખુબરી શેર કરી રહ્યો છું. અન્નપૂર્ણાની એક ખુબ જૂની પ્રતિમા કેનેડાથી ભારત આવી રહી છે. આ મૂર્તિ 1913માં વારાણસીના મંદિરમાંથી ચોરી થઈ હતી. આ ઉપરાંત પીએમ મોદીએ નવા ખેતી કાયદાને લઈને ખેડૂતોના થઈ રહેલા વિરોધ પ્રદર્શન વિશે પણ વાત કરી.
PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે, માતા અન્નપૂર્ણાનો કાશી સાથે વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમાનું પાછું આવવું એ આપણા બધા માટે સુખદ છે. કેનેડાથી માતા અન્નપૂર્ણાની મૂર્તિ પાછી લાવવામાં સહયોગ કનારાઓનો હું આભાર માનું છું. માતા અન્નપૂર્ણાની પ્રતિમાની જેમ જ આપણા દેશની અનેક અનમોલ ધરોહર આંતરરાષ્ટ્રીય ગેંગનો ભોગ બનતી રહી છે, તેમને બજારમાં ઊંચી કિંમતે વેચી દેવાય છે. ભારતે હવે તેમની વાપસી માટે પ્રયત્નો વધાર્યા છે.
Farmers Protest: ખેડૂતોએ ગૃહમંત્રીની અપીલ ફગાવી, દેખાવકારો બુરાડી નહીં જાય
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું કેનેડા સરકાર અને આ પુણ્ય કાર્યને સંભવ બનાવનારા તમામ લોકોનો હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. માતા અન્નપૂર્ણાનો, કાશી સાથે ખુબ જ વિશેષ સંબંધ છે. હવે તેમની પ્રતિમા પાછી આવી તે આપણા બધા માટે સુખદ છે.
પીએમ મોદીએ કહ્યું કે માતા અન્નપૂર્ણાની પ્રતિમાની વાપસીની સાથે, એક સંયોગ એ પણ જોડાયેલો છે, કે તાજેતરમાં જ World Heritage Week ઉજવવામાં આવ્યો. World Heritage Week સંસ્કૃતિ પ્રેમીઓ માટે, જૂના સમયમાં પાછા વળવા માટે, તેમના ઈતિહાસના મહત્વના પડાવોની જાણકારી મેળવવા માટે એક શાનદાર તક આપે છે.
તેમણે કહ્યું કે Crisisમાં કલ્ચર ખુબ કામ આવે છે. સંકટને પહોંચી વળવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ટેક્નોલોજીના માધ્યમથી પણ કલ્ચર, એક ઈમોશનલ રિચાર્જની જેમ કામ કરે છે.
કોરોનાની રસી અંગે Serum Institute એ કર્યો મોટો દાવો, PM મોદીએ કાલે કરી હતી મુલાકાત
તેમણે કહ્યું કે આજે દેશમાં અનેક મ્યૂઝિયમ અને લાઈબ્રેરી પોતાના કલેક્શનને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવા પર કામ કરી રહ્યા છે. હવે તમે ઘરે બેઠા દિલ્હીના નેશનલ મ્યૂઝિયમ ગેલેરીની ટુર કરી શકશો. દિલ્હીમાં આપણા રાષ્ટ્રીય સંગ્રહાલયે આ અંગે કેટલાક સરાહનીય પ્રયત્નો કર્યા છે. જ્યાં એકબાજુ સાંસ્કૃતિક ધરોહરોને ટેક્નોલોજીના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મહત્વનું છે, ત્યારે આ ધરોહરોના સંરક્ષણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે.
ખેતી કાયદા વિશે કરી આ વાત
પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ ભારતમાં ખેતી અને તે સંબંધિત ચીજોની સાથે નવા આયામ જોડાઈ રહ્યા છે. તાજેતરમાં કૃષિ સુધારાઓએ ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલ્યા પણ ખોલ્યા છે. આ અધિકારોએ બહુ ઓછા સમયમાં, ખેડૂતોની પરેશાનીઓને ઓછી કરવાનું કામ શરૂ કરી દીધુ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ખુબ વિચાર વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધારાને કાયદાનું સ્વરૂપ આપ્યું. આ સુધારાઓથી ખેડૂતોના અનેક બંધનો સમાપ્ત થયા અને તેમને નવા અધિકારો પણ મળ્યા છે, નવી તકો મળી છે.
પીએમ મોદીએ કહ્યું કે કાયદામાં એક બહુ મોટી વાત છે. આ કાયદામાં એ જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના એસડીએમ (SDM)એ એક મહિનાની અંદર જ ખેડૂતની ફરિયાદને પતાવવાની રહેશે. તેમણે કહ્યું કે હવે જ્યારે આવા કાયદાની તાકાત આપણા ખેડૂત ભાઈ પાસે હતી તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેમણે ફરિયાદ કરી અને ગણતરીના દિવસોમાં જ તેમનું બાકી લેણું ચૂકવી દેવાયું.
સુકમામાં નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શહીદ, 9 જવાન ઘાયલ
આ સાથે પીએમ મોદીએ કહ્યું કે આ મહિને 12 નવેમ્બરથી ડોક્ટર સલીમ અલીજીનો 125મો જયંતી સમારોહ શરૂ થયો છે. ડોક્ટર સલીમે પક્ષીઓની દુનિયામાં Bird Watchingને લઈને ઉલ્લેખનીય કામ કર્યુ છે. હું હંમેશાથી Bird Watchingના શોખીન લોકોનો પ્રશંસક રહ્યો છું. તેમણે કહ્યું કે ખુબ ધૈર્ય સાથે તેઓ કલાકો સુધી, સવાર સાંજ, Bird Watching કરી શકે છે., પ્રકૃતિના અનોખા નજારોની મજા માણી શકે છે અને પોતાના જ્ઞાનને આપણા સુધી પહોંચાડતા રહે છે. ભારતમાં પણ અનેક Bird Watching Society સક્રિય છે. તમે લોકો પણ આ વિષય સાથે જોડાઓ.
પીએમ મોદીએ આ અગાઉ ટ્વીટ કરીને લખ્યું હતું કે મન કી બાત દ્વારા આપણે ઉત્કૃષ્ટ લોકોની ઉપલબ્ધિઓનો જશ્ન મનાવીએ છીએ. સામાજિક ઉત્કર્ષ માટે કામ કરીએ છીએ. પરંતુ દરેક ઉદાહરણને શેર કરવા માટે, અનેક એવા છે જે સમયની કમીના કારણે શેર કરવામાં અસમર્થ છે. પરંતુ હું ખુબ ઈનપુટ વાંચું છું અને તે વાસ્તવમાં મૂલ્યવાન છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube