નવી દિલ્હી: 30 વર્ષ પછી ભારતે એક ઐતિહાસિક દિવસ જોયો, ફક્ત એટલા માટે નહી કે દેશમાં સરકાર બનાવવા માટે પહેલીવાર કોઇ બિન કોંગ્રેસી સરકાર પૂર્ણ બહુમત (282 સીટ)ની સાથે આવી હતી. પરંતુ એટલા માટે કે દેશની જનતાએ દેશની કમાન એક એવા વ્યક્તિના હાથમાં સોંપી હતી, જે તેમની માફક સામાન્ય હતો પરંતુ તેની ખાસિયતોએ તેને ન ફક્ત દેશ પરંતુ દુનિયાના મોટા ભાગને પોતાના પ્રશંસક બનાવી દીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 મે 2014ના રોજ જ્યારે દેશે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)ના હકમાં પોતાનો ચૂકાદો સંભળાવ્યો તો ઘણા પ્રકારે દેશ તે સમયે બદલાઇ ગયો હતો. પરિવર્તનની આ બહાર એટલી લાંબી ચાલી કે મોદીને પહેલાંથી વધુ સીટો (353) આપીને જનતાએ ફરીથી તેમને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા. 


આ ખાસ દિવસે દેશને એવું નેતૃત્વ આપ્યું જેથી દેશને આંતરરાષ્ટ્રીય નકશા પર અલગ અને મજબૂત ઓળખ અપાવી. ખાસકરીને આ તારીખ એવા સમયે આવી છે, જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ મહામારીના સંકટ સામે ઝઝૂમી રહી છે. તો બીજી તરફ 135 કરોડની વસ્તીવાળા દેશમાં સીમિત સ્વાસ્થ્ય સંસાધનોની સાથે લડવું મુશ્કેલ લાગી રહ્યું હતું. આવા મુશ્કેલ સમયમાં પણ યોગ્ય સમયે દેશવ્યાપી લોકડાઉન કરવાથી આખી દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહી છે. 


કેટલીક વાતો જે પીએમ મોદીને બનાવે છે ખાસ
આ એવા વડાપ્રધાન છે જે એકદમ વિનમ્ર પૃષ્ઠભૂમિથી આવે છે. તેમણે ટ્રેનમાં ચા પણ વેચી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાના રૂપમાં પોતાના સાથીઓ માટે ભોજન પણ બનાવ્યું. 


આટલા વર્ષના કાર્યકાળમાં ક્યારેય કોઇ રજા ન લીધી. નવરાત્રિ દરમિયાન ફક્ત લીંબૂ પાણી પીવે છે અને આ દરમિયાન પણ તેમના કામકાજને યથાવત રાખે છે. 


પોતાની ફિટનેસ, યોગા અને ખાસ ડ્રેસિંગ સ્ટાઇલના લીધે પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવયેલા રહે છે.


જોરદાર ટેક્નોસેવી છે અને ચૂંટણી પ્રચારથી માંડીને સરકાર ચલાવવા સુધીમાં તે દરેક જગ્યાએ ટેક્નોલોજીના ઉપયોગને પ્રાથમિકતા આપે છે. 


સ્વચ્છતા જેવાસ સામાન્ય પરંતુ જરૂરી વિષય પર અભિયાન ચલાવ્યું અને દેશવ્યાપી જાગૃતિ લાવી. 


પોતાના વિદેશ પ્રવાસોને લઇને ઘણીવાર વિપક્ષની ટીકાનો શિકાર થાય છે પરંતુ આંતરાષ્ટ્રીય સંબંધો બનાવવા અને કુટનિતિના મુદ્દે તેમની મજબૂત પકડ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube