લખનઉ : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સપા અને બસપાનું મહાગઠબંધન તુટી ચુક્યું છે. બંન્ને દળનાં રસ્તા અલગ થઇ ચુક્યા છે, જો કે તેમ છતા પણ માયાવતીએ બંન્ને દળોની સાથે આવવાની ગુંજાઇશ બાકી રાખી હતી. જો કે હવે પહેલીવાર તેઓ હાર બાદ માયાવતીએ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીને પણ નિશાન બનાવી હતી. તેમણે કહ્યું કે, ગઠબંધન તોડ્યા બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે મારી સાથે વાત નથીક રી. તેમણે સતીષ ચંદ્ર મિશ્રનો સંપર્ક કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા હુમલા બાદ ભારતીય નૌસેનાનું એવું પગલું, પાકિસ્તાન પણ થથરી ગયું હતું
સુત્રો અનુસાર માયાવતીનો આરોપ છે કે લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય પાછળ સપા શાસનમાં દલિતો પર થયેલ અત્યાચાર જવાબદાર છે. એટલા માટે બંન્ને દળનાં મત એક બીજામાં ટ્રાન્સફર થઇ શક્યા નહોતા. માયાવતી આટલે નહોતા અટક્યા તેમણે કહ્યું કે, અખિલેશ યાદવે વધારે મુસ્લિમોને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હતો. અખિલેશે દાવો કર્યો હતો કે જો વધારે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે તો ધ્રુવિકરણ થશે. 


Video: રામકથા કહી રહેલા પંડીતજીએ લોકોને કહ્યું ભાગો અને મંડપ તુટી પડ્યો
ભાજપ લોકસભા ઉપાધ્યક્ષનું પદ સોંપશે તો જગનની પાર્ટી નહી કરે સ્વિકાર, આ છે કારણ !
માયાવતીનાં એક પછી એક આરોપ
માયાવતીએ આરોપ લગાવ્યો કે, સપા નેતાઓએ અનેક સ્થળો પર બસપાને હરાવવા માટેનું કામ કર્યું. માયાવતીએ પોતાનાં પર કરાયેલા કેસો માટે મુલાયમ સિંહ યાદવ સહિત સપાનાં શાસનને જવાબદાર ઠેરવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે સપા પર આ શાબ્દિક પ્રહાર કરીને માયાવતીએ સ્પષ્ટતા કરી દીધી છે કે સપા બસપાના સંબંધો ફરી એકવાર દુશ્મનીના ટ્રેક પર આવી ચુક્યા છે. 


માયાવતી પણ વંશવાદના રસ્તે, ભાઇ અને ભત્રીજાને સોંપી મહત્વની જવાબદારીઓ
સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે, માયાવતીએ મીટિંગમાં કહ્યું કે, તાજ કેસમાં ફસાવવામાં ભાજપ સાથે સાથે મુલાયમ સિંહનો પણ રોલ હતો. એટલું જ નહી બસપાનાં પ્રદેશ અધ્યક્ષને સપાનાં એક મોટા નેતાએ હરાવ્યા છે. અખિલેશે મને પરાજય બાદ ફોન નથી કર્યો, પરંતુ કાઉન્ટિંગનાં દિવસે મે 23 તારીખે તેમને ફોન કરી તેમનાં પરિવારના પરાજય અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ત્યાર બાદ અખિલેશે મને ફોન નહી કરીને સતીશ મિશ્રાને ફોન કર્યો હતો. માયાવતીએ હવે પોતાની પાર્ટીમાં પોતાના પરિવારજનોને વધારે મહત્વ આપવાનું ચાલુ કરી દીધું છે. રવિવારે બસપાની મીટિંગમાં તેમણે પોતાનાં ભાઇ આનંદને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપી હતી. આ સાથે જ તેમણે ભત્રીજા આકાશને રાષ્ટ્રીય કોઓર્ડિનેટરની જવાબદારી સોંપી. ચૂંટણી પહેલા જ આકાશ અનેક રેલીઓમાં માયાવતી સાથે જોવા મળ્યો હતો.