નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) ને લઈને ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના (Rihanna) , યુવા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ની ટ્વીટ પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે પરોક્ષ રીતે કહ્યું કે ખેડૂત આંદોલન અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કે ટ્વીટ કરતા પહેલા મામલાની યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ તરફથી કરાયેલી ટ્વીટમાં કહવાયું છે કે અમે આગ્રહ કરીશું કે આવા મામલે કોમેન્ટ્સ કરતા પહેલા યોગ્ય ફેક્ટ્સની જાણકારી મેળવવામાં આવે અને તે અંગે વધુ સારી સમજ રાખો. આ અંગે જાણીતી હસ્તીઓ અને અન્ય લોકો તરફથી સોશિયલ મીડિયા હેશટેગ અને જે પણ કોમેન્ટ્સ થઈ રહી છે તે ન તો યોગ્ય છે કે ન તો જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં પૂરી ચર્ચા બાદ પાસ થયા છે કાયદા
વિદેશ મંત્રાલય તરપથી કરાયેલી ટ્વીટમાં કહેવાયું કે ભારતની સંસદે પૂરેપૂરી ચર્ચા બાદ કૃષિ ક્ષેત્રમાં સુધારાના હેતુથી કાયદા (Farm Laws) ને પાસ કર્યા છે. આ સુધારા ખેડૂતોને બજારની વ્યાપક પહોંચ ઉપલબ્ધ કરાવશે. તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. સુધારા સંબંધિત આ કાયદા અંગે ખેડૂતોના ખુબ નાના ધડામાં અસંતોષ છે. 


Farmers Protest: રિહાના બાદ હવે Greta Thunberg એ કર્યું ખેડૂત આંદોલનનું સમર્થન, જાણો શું કહ્યું?


આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં ખેડૂત આંદોલન
ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના (Rihanna) , યુવા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે (Greta Thunberg)  કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન (Farmers Protest) ને સમર્થન કર્યું છે. રિહાનાએ ધરણા સ્થળે ઈન્ટરનેટ બંધ થવાની ટીકા કરી છે. સ્વીડિશ ક્લાઈમટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ટ્વીટ કરીને ખેડૂતોના સમર્થનમાં એકજૂથતા દેખાડી. થનબર્ગે લખ્યું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે એકજૂથતાથી ઊભા છીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube