શિલોન્ગ/નવી દિલ્હીઃ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક (Satyapal Malik) એ કિસાન આંદોલન (Kisan Andolan) ને લઈને સરકાર અને કિસાનોએ સાથે મળીને સમાધાન કાઢવાની અપીલ કરી છે. આ સાથે તેમણે સરકારને અપીલ કરતા કહ્યું કે, વિશ્વના કોઈપણ આંદોલનને દબાવી-કચડીને શાંત ન કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલિકે કહ્યુ, હું ખુદ કિસાનોના આંદોલનથી નિકળેલો નેતા છું. તેથી હું તેમની સમસ્યાઓ સમજી શકુ છું. આ મામલામાં જલદીથી સમાધાન નિકળવુ દેશના હિતમાં છે. હું સરકારને અપીલ કરુ છું કે કિસાનોની સમસ્યાને સાંભળે. બન્ને પક્ષોએ જવાબદારીની સાથે વાતચીતમાં સામેલ થવું જોઈએ. 


રેલીમાં ગર્જ્યા અમિત શાહ, કહ્યું- 'TMC ને ઉખાડીને ફેંકી દઈશું'


મૂળરૂપથી ઉત્તર પ્રદેશ (Uttar pradesh) ના બાગપતના નિવાસી સત્યપાલ મલિક હાલ મેઘાલયના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ જમ્મુ-કાશ્મીર, ગોવા, બિહાર, ઓડિશાના પણ રાજ્યપાલ રહી ચુક્યા છે. ધારાસભ્ય તરીકે રાજકીય જીવન શરૂ કરનાર મલિક લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેઓ જનતા દળ અને ભાજપની સાથે રાજનીતિમાં સક્રિય રહ્યા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube