અમદાવાદ: કલમ 370(Article 370) સમાપ્ત થઈ જતા પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી(Mehbooba Mufti) બરાબર ધૂંધવાયા છે અને એલફેલ નિવેદનો આપી રહ્યા છે. હાલમાં જ તેમણે કલમ 370 અને ત્રિરંગા પર આપેલા નિવેદનથી દેશ ગુસ્સામાં છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) પણ નારાજગી વ્યક્ત કરી. ડે.સીએમ નીતિન પટેલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જો ભારત અને તેના કાયદા પસંદ નથી તો તેઓ પરિવાર સાથે પાકિસ્તાન(Pakistan) જતા રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેબૂબાના નિવેદન પર બબાલ, BJP કાર્યકરોએ જમ્મુમાં PDP ઓફિસ બહાર ફરકાવ્યો ત્રિરંગો


કરાચી જતા રહો
વડોદરાના કુરાલી ગામમાં પેટાચૂંટણી માટે ડે.સીએમ નીતિન પટેલે એક સભા સંબોધી હતી. આ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશની સુરક્ષા માટે નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા અને તેમણે કલમ 370ની જોગવાઈઓને સમાપ્ત કરી. મહેબૂબા  છેલ્લા બે દિવસથી એલફેલ નિવેદનો આપી રહ્યા છે. તેમણે હવાઈ ટિકિટ ખરીદવી જોઈએ અને પરિવાર સાથે કરાચી જતા રહેવું જોઈએ. બધા માટે એ જ યોગ્ય રહેશે. 


J&K: તિરંગાના અપમાન પર મહેબૂબાની પાર્ટીમાં વિરોધની શરૂઆત, 3 મોટા નેતાઓના રાજીનામા


જનતા આપશે ટિકિટના પૈસા
નીતિન પટેલે કહ્યું કે મહેબૂબા મુફ્તી ઈચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને પ્લેનની ટિકિટ ખરીદવા માટે પૈસા મોકલી આપશે. પટેલે વધુમાં કહ્યું કે જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા બનાવવામાં આવેલા CAA જેવા કાયદા કે કલમ 370ની જોગવાઈઓ હટાવવી પસંદ નથી તેમનું આ દેશમાં શું કામ? 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube