નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. એકબાજુ કોંગ્રેસની સાથે કેટલાક વિરોધ પક્ષો મહાગઠબંધન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક વિરોધ પક્ષો કોંગ્રેસ અને ભાજપ સિવાયના અન્ય સ્થાનિક પક્ષોને એકઠા કરવા મથી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ વગરનો એક ત્રીજો મોરચો બનાવવાના પોતાના મિશન સાથે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના અધ્યક્ષ અને તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દિલ્હી પહોંચી ગયા છે. 


મમતા બેનરજી અને નવીન પટનાયક સાથે મુલાકાત થઈ ગઈ
કેસીઆર દિલ્હી પહોંચતાપહેલાં સોમવારે કોલકાતામાં તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેના પહેલા તેઓ રવિવારે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દલના અધ્યક્ષ નવીન પટનાયકને પણ મળીને આવ્યા હતા. હવે, દિલ્હીમાં તેમની એસપી, બીએસપી સહિત સમાન વિચારધારા ધરાવતા નેતાઓ સાથે મુલાકાત થાય એવી સંભાવના છે. 


બોગીબીલ એક પુલ નહીં પરંતુ લાખો લોકોની લાઈફલાઈન છે : પીએમ મોદી


કેસીઆરે હજુ સમય નક્કી કર્યો નથી
ટીઆરએસના સુત્રોએ સોમવારે રાત્રે ત્રણ દિવસના દિલ્હીના પ્રવાસે પહોંચેલા કેસીઆરની એસપી અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીએસપી પ્રમુખ માયાવતી સાથે મુલાકાતની સંભાવનાનો ઈનકાર કર્યો નથી. જોકે, મંગળવારે તેમની અખિલેશ અને માયાવતી સાથેની મુલાકાત વચ્ચે બંને પક્ષ તરફથી જણાવાયું છે કે, કેસીઆરે આવો કોઈ સમય માગ્યો નથી. 


મોદી સાથે કરશે શિષ્ટાચાર મુલાકાત
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાના બળે ફરીથી ચૂંટાઈ આવનારા કેસીઆર પ્રથમ વખત દિલ્હી આવ્યા છે અને બુધવારે વડા પ્રધાન મોદી સાથે તેમની શિષ્ટાચાર મુલાકાતનો કાર્યક્રમ છે. આ સિવાયનો તેમનો દિલ્હીનો અન્ય કોઈ કાર્યક્રમ હજુ સુધી નક્કી થયો નથી. 


ચમત્કાર ! કેદારનાથના 2013ના પૂરમાં તણાઈ ગયેલી 17 વર્ષીય યુવતીનું પરિવાર સાથે મિલન


ત્રીજા મોરચાના પ્રયાસ ચાલુ રહેશે
કેસીઆરે મમતા બેનરજી સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, તેઓ બિનભાજપી અને બિનકોંગ્રેસી ગઠબંધન માટે વિવિધ પક્ષો સાથેની પોતાની વાટાઘાટોનો સિલસિલો ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, તેઓ આગામી વર્ષની લોકસભા ચૂંટણી પહેલા ટૂંક સમયમાં જ એક નક્કર યોજના સાથે આગળ આવશે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....