Ayushman Bharat Yojana Benefits: મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા આયુષ્માન ભારત યોજનાના (Ayushman Bharat Yojana) બીજા તબક્કાની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર સરકારની ફ્લેગશિપ હેલ્થ સ્કીમ હેઠળ મધ્યમ વર્ગના 35 કરોડ લોકોને ફાયદો થશે. આનાથી મધ્યમ વર્ગ માટે સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેનું નામ આયુષ્માન ભારત 2  (Ayushman Bharat 2) રાખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'આયુષ્માન ભારત 2' હાલમાં લાગુ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજનાની તર્જ પર લાગુ કરવામાં આવશે. હાલમાં, આમાં સામેલ ખર્ચ અને પડકારોને ધ્યાનમાં રાખીને, વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ નિયમ લાગુ થયા બાદ આવકવેરો ભરનારા પરિવારોને ફાયદો થવાની આશા છે.


આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન
આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી


નાણા મંત્રાલય સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે-
સૂત્રોનો દાવો છે કે વીમા કંપનીઓ માટે નાણાકીય સહાય સહિતના વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં સરકારના આ બજેટમાં 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ વખતે આ લોકોને આયુષ્માન 2માં સામેલ કરવામાં આવે તેવી આશા છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે આ અંગે ચર્ચા કર્યા બાદ નાણા મંત્રાલય સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે.


આ પણ ખાસ વાંચોઃ  સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન?
આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે
​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ


5 લાખ સુધીનું કવર આપવા અંગે વિચારણા-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'આયુષ્માન ભારત 2'માં 5 લાખ રૂપિયાનું કવર આપવાનો વિચાર ચાલી રહ્યો છે. વ્યક્તિગત ટોપ-અપના આધારે આ સ્કીમ લાવવાની વાત ચાલી રહી છે. બીજો વિકલ્પ એ પણ છે કે આરોગ્ય વીમા કંપની દ્વારા મધ્યમ વર્ગના પરિવારોને પરવડી શકે તેવા ભાવમાં આરોગ્ય કવરેજ આપવામાં આવે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018 ના બજેટમાં આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેશના 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.


આ પણ ખાસ વાંચોઃ  ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી
આ પણ ખાસ વાંચોઃ  બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન
આ પણ ખાસ વાંચોઃ  Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો


હવે કોને લાભ મળે છે-
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મળે છે. આ યોજના શરૂ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને નિઃસહાય પરિવારમાં વ્યક્તિ બીમાર પડે ત્યારે થતા ખર્ચમાં મદદ કરવાનો અને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો છે. આ યોજના હેઠળ એક પરિવારને 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક સારવારની સુવિધા મળે છે.


આ પણ ખાસ વાંચોઃ  Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ? આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચો:  શું તમે પહેલી વખત ખરીદી રહ્યાં છો કાર, રાખો આ સાત વાતોનું ધ્યાન