સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન?

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, લોકોએ કહ્યું કે, પૈસા માટે કર્યા લગ્ન, પણ હકીકત કંઈક અલગ...જાણવા જેવી છે બોલીવુડ સેલેબ અને બિઝનેસમેનના લગ્નની આ કહાની...

Trending Photos

સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન?

Salman Khan Juhi Chawala: બોલીવુડની દુનિયામાં મશહૂર એક્ટ્રેસ જૂહી ચાવલાએ ઘણા લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. 80-90 દશકમાં જૂહી ચાવલાની ડિમાન્ડ ઘણી વધી ગઈ હતી. જૂહી ચાવલાએ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ હાંસલ કર્યો હતો. સાથે જ 1984માં જ તેમને યુનિવર્સ બેસ્ટ કોસ્ટ્યૂમનો પણ એવોર્ડ મેળવ્યો. વર્ષ 1986માં આવેલી ફિલ્મ સલ્તનતથી તેમને પોતાના બોલીવુડ સફરની શરૂઆત કરી હતી. જૂહી ચાવલાની લાઈફ અનેકવાર ચર્ચામાં રહી છે.

જૂહીની એક્ટિંગ અને સુંદરતાના સૌકોઈ દિવાના હતા. જૂહી ચાવલાને વર્ષ 1988માં કયામત સે કયામત તક ફિલ્મ મળી અને આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી અને તે બાદ જૂહીને જૂહીને ક્યારેય પાછળ ફરીને ન જોવું પડ્યું. જ્યારે જૂહી ચાવલાનું કરિયર એકદમ ઉંચાઈએ પહોંચી રહ્યું હતું ત્યારે તેમને પોતાનાથી પાંચ વર્ષ મોટા બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા.

આ પણ ખાસ વાંચોઃ  ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરાઆ પણ ખાસ વાંચોઃ  નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

આ લગ્નના સમાચાર સાંભળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી માંડીને સામાન્ય જનતા સુધી સૌ કોઈ ચોંકી ગયા. લાખો લોકોના દિલની ધડકન જૂહી ચાવલાએ અચાનક લગ્ન કરતાં સૌને નવાઈ લાગી. લગ્ન પહેલાં તેમના રિલેશનશીપની કોઈ વાત સામે આવી ન હતી. જો કે, આ લગ્ન બાદ જૂહીને અનેક પ્રકારની વાતો સાંભળવી પડી હતી. ઘણા લોકોએ તેમનો મજાક કર્યો હતો. લોકોએ જૂહીના લગ્ન પર કમેન્ટ્સ કરીને તેમના પતિને બુઢ્ઢા કહી દીધું હતું. એટલું જ નહીં પણ જૂહીને લોકોએ એવું પણ કહ્યું હતું કે તેને પૈસા માટે આ લગ્ન કર્યા છે.

જણાવી દઈએ કે, જૂહી ચાવલા પતિ જય મહેતાની બીજી પત્ની છે. જય મહેતાએ પહેલા લગ્ન સુજાતા બિરલા સાથે કર્યા હતા. સુજાતા બિરલાનું 1990માં બેંગલુરુમાં એક પ્લેન દુર્ઘટના મોત થયું હતું. આ ઘટના બાદ જુહી ચાવલાની માતાએ પણ દુનિયાને અલવિદા કહ્યું હતું. આ સ્થિતિ તે બંને ખૂબ એકલા થઈ ગયા હતા. અને આ જ પરિસ્થિતિમાં તે બંને એકબીજાનો સહારો બન્યા. જે બાદ જૂહી અને જય વચ્ચે બોન્ડિંગ વધુ મજબૂત થયુ અને બંનેએ સિક્રેટ રીતે 1995માં લગ્ન કર્યા.

આ પણ ખાસ વાંચોઃ  Maruti, Mahindra, Honda અને Hyundai ની આ શાનદાર ગાડીઓ કંપનીએ અચાનક કેમ કરી દીધી બંધ?
આ પણ ખાસ વાંચોઃ  ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...આ પણ ખાસ વાંચોઃ  ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
આ પણ ખાસ વાંચોઃ  વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news