નવી દિલ્હી: આ સમયે દેશભરમાં ખેડૂતોને દેવામાફીની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઇ આ સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે કે તે ખેડૂતોનું શું જે સમય પર લોનના પૈસા ભરે છે? એવામાં હવે મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને સૌથી મોટી ભેટ આપવાની છે. કેન્દ્ર સરકારે દેશના તમામ ઇમાનદાર ખેડૂતોની એગ્રકલ્ચર લોનનું વ્યાજ માફ કરવાની તૈયારી કરી રહી છે, જે સમય પર પોતાની લોન ભરે છે. જેના કારણે સરકાર પર વર્ષના 15 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ભાર પડશે. એટલું જ નહીં ખાદ્ય પાક માટે થતી વીમા પોલિસી પર પ્રીમિયમથી સંપૂર્ણ રીતે છૂટ આપવાનો પણ પ્રસ્તાવ છે. ખાસ કરીને બાગાયતી પાક પર પ્રીમિયમ પણ ઘટાડવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમા વાંચો: ગગનયાન પ્લાન: ઇસરો પ્રથમ વખત મોકલશે ભારતીયને અવકાશમાં


વર્ષના 12 હજારનો થશે ફાયદો
હાલમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું 7 ટકાના વર્ષના વ્યાજ પર મળે છે. જે પણ ખેડૂતો આ લોનને સમય પર ભરે છે તેમને ત્રણ ટકાની સબસીડી મળે છે. આ રીતે ખેડૂતો પર માત્ર 4 ટકા વ્યાજનો ભાર પડે છે. પરંતુ જો કોઇ ખેડૂત વર્ષના ત્રણ લાખ રૂપિયાની લોન લઇને સમય પર તેને ભરે છે તો તેને લગભગ 12 હજાર રૂપિયાની બચત થશે.


ગુજરાતમાં 5 સ્ટાર હોટલ્સ કેમ વધી રહી છે? જાણો આ રહ્યા કારણો


2018-19ના માટે 11 લાખ કરોડનું લક્ષ્ય
સરકારે ચાલુ નાકાણીય વર્ષમાં ખેડૂતોને 11 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ગત નાણાકીય વર્ષમાં ખેડૂતોને સરકારે 11.69 લાખ કરોડ રૂપિયાની લોન આપી હતી. જે 10 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યથી વધારે હતી.


વધુમા વાંચો: કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો થયો


પાક વીમા પર પણ રાહત
સરકાર પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં પણ રાહત આપવાની યોજના બનાવી રહી છે. જેના અંતર્ગત ખાદ્યયાન્ન પાકના વીમા પર સંપૂર્ણ રીતથી પ્રીમિયમ છોડવા અને બાગાયતી પાક વીમા પર પ્રીમિયમમાં રાહત આપવાનો વિચાર કરી રહ્યાં છે. આ યોજનાના અંતર્ગત ખરીફ પાકો પર 2 ટકા, રવી પોકા પર 1.5 ટકા અને બાગાયતી તેમજ વ્યાવસાયિક પાકો પર 5 ટકા પ્રીમિયમ ખેડૂતોને આપવાનું હોય છે. મુખ્ય પ્રીમિયમની ચુકવણી કેન્દ્ર સરકાર તથા સંબંધિત રાજ્ય સરકાર ભેગા મળીને કરે છે. સુત્રોના અનુસાર, ખેડૂત અત્યારે ખરીફ તેથા રવી પાક પર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરી રહ્યાં છે. જો પ્રીમિયમમાં છૂટ આપવામાં આવશે તો ખેડૂતોનો ભારત ઓછો થઇ જશે.
(ઇનપુટ: ભાષા)


અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...