મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
સરકાર ઉજ્વલા યોજના, ગરીબ અંત્યોદય અને રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા જેવી અનેક યોજનાઓ બહાર પાડી ચુકી છે
નવી દિલ્હી : મોદી સરકાર જાહેર વિતરણ પ્રણાલી દ્વારા 16 કરોડ પરિવારોને 1 કીલો ખાંડ ઉપલબ્ધ કરાવવા અંગે વિચારી રહી છે. આના કારણે સરકારી ખજાના પર 4727 કરોડ રૂપિયાનો વધારાનો બોઝો પડશે. આ ઉપરાંત સરકાર ચોમાસા પહેલા ભંડારણ ઘટાડવા માટે વધારે અનાજ પણ પહોંચાડવા અંગે વિચારી રહી છે. સુત્રો અનુસાર ગત કેબિનેટ બેઠકમાં ખાંડ પર સબ્સિડી આપવા અંગેના ખાદ્ય મંત્રાલયનાં પ્રસ્તાવ અંગે ચર્ચા કરવામાં આવી, જો કે તે મુદ્દે કોઇ નિર્ણય લઇ શકાયો નહોતો.
ઇંદિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવાતા ચકચાર, કોંગ્રેસી કાર્યકરોનો હોબાળો
2.5 કરોડ પરિવારોને હાલમાં મળી રહ્યો છે લાભ
બેઠકમાં મંત્રીમંડળે મંત્રાલયના પ્રસ્તાવ પર ફરીથી કામ કરવા તથા વધારાનો ખાદ્યાન્ન વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલ અંત્યોદય અન્ન યોજના હેઠળ 2.5 કરોડ પરિવારોને 13.5 રૂપિયા કિલોના ભાવે ખાંડ પુરી પાડવામાં આવી રહી છે. જો કે સરકારી સુત્રો અનુસાર નવા 16.29 કરોડ પરિવારોને આ દરે ખાંડ આપવાનાં પ્રસ્તાવથી સરકારી ખજાના પર 4727 કરોડ રૂપિયાનો બોઝો પડશે.
છુટાછેડાના આવા કિસ્સામાં પતિએ નહી ચુકવવું પડે ભરણપોષણ: કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
મહાગઠબંધનના છેલ્લા શ્વાસ, માયાવતીએ કહ્યું અખિલેશ પત્નીને પણ ન જીતાડી શક્યા
વધારે ખાદ્યાન્ન મળે તેવી પણ શક્યતા
સુત્ર અનુસાર મંત્રાલય દ્વારા પ્રતિ ગ્રાહક 1-2 કિલો વધારે ખાદ્યાન્ન પણ રાહત દરે આપવા અંગે વિચારણા ચાલી રહી છે. જો કે આ અંગે હજી સુધી નિર્ણય થયો નથી. રાષ્ટ્રીય ખાદ્યાન્ન યોજના હેઠળ સરકાર 80 કરોડ લોકોને 5 કિલો અનાજ દર મહિને ખુબ જ નજીવા દરે આપે છે. જેના હેઠળ ઘઉ 2 રૂપિયે તથા ચોખા 3 રૂપિયે કિલો આપવામાં આવે છે.