પ્રથમ દિવસે 9 લાખથી વધુ લોકોએ લીધો પ્રિકોશન ડોઝ, ભારતમાં રસીકરણનું કવરેજ 152 કરોડને પાર
આજે (સોમવાર) સાંજે 7 કલાક સુધી કુલ 82 લાખ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા, જેનાથી ભારતનું કુલ રસીકરણ કવરેજ 152.78 કરોડ ડોઝ થઈ ગયું છે.`
નવી દિલ્હીઃ ભારતમાં પ્રથમ દિવસે પાત્ર ઉંમર વર્ગને 9 લાખથી વધુ 'પ્રિકોશન ડોઝ' આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી છે. મંત્રાલય પ્રમાણે ભારતનું કુલ રસીકરણ કવરેજ 152.78 કરોડ ડોઝ થઈ ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, 'પ્રથમ દિવસે પાત્ર ઉંમર વર્ગને 9 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. આજે (સોમવાર) સાંજે 7 કલાક સુધી કુલ 82 લાખ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા, જેનાથી ભારતનું કુલ રસીકરણ કવરેજ 152.78 કરોડ ડોઝ થઈ ગયું છે.' એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ સિંહ ગુલેરિયાએ પણ સોમવારે કોમોરબિડિટીવાળા 60 વર્થથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક, ફ્રંટલાઇન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ માટે રાષ્ટ્રીય અભિયાન હેઠળ બૂસ્ટર ડોઝ લીધો છે.
પ્રધાનમંત્રી મોદીએ કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રિકોશન ડોઝ લેનાર પાત્ર લોકોની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- ભારતે પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કર્યું. તે લોકોને સલામ જેણે આજે રસી લીધી છે. હું તે બધાને વિનંતી કરીશ જે રસીકરણને પાત્ર છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે રસીકરણ કોરોના સામે લડવાના સૌથી અસરકારક સાધનોમાંથી એક છે.
આ પણ વાંચોઃ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા બધા લોકોના ટેસ્ટિંગની જરૂર નથી, ICMRની નવી એડવાઇઝરી
રજીસ્ટ્રેશન 8 જાન્યુઆરીથી શરૂ થયું હતું
ભારતમાં 10 જાન્યુઆરીથી પ્રાથમિકતાવાળા સમૂહોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા પીએમ મોદીએ દેશમાં 15થી 18 વર્ષ ઉંમર વર્ગના બાળકોને કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે પાત્ર લોકોને કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ લગાવવાની જાહેરાત કરી હતી. સરકાર તેને બૂસ્ટર ડોઝની જગ્યાએ પ્રિકોશન ડોઝ કહી રહી છે. Co-WIN એપ પર પ્રિકોશન ડોઝ માટે રજીસ્ટ્રેશન આઠ જાન્યુઆરીથી શરૂ થયું હતું.
આ લોકો ત્રીજા ડોઝ માટે પાત્ર છે
ફ્રન્ટલાઈન વર્કરો અને કોમોર્બિડિટીઝવાળા વરિષ્ઠ નાગરિકો સાવચેતીના ડોઝ માટે પાત્ર છે. આ માટે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાનું અંતર હોવું જોઈએ. તેથી, જો તમને એપ્રિલ 2021 ના પહેલા અઠવાડિયા સુધીમાં તમારો બીજો ડોઝ મળ્યો હોય, તો જ તમે સાવચેતીના ડોઝ માટે પાત્ર બનશો. નહિંતર, તમારે તમારો બીજો ડોઝ મળ્યાના 39 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube