ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)  એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યાં છે. યુવાઓને શાસકીય નોકરી આપવાના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે કેન્દ્ર સરકાર તરપથી એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે કેન્દ્રની નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA) દ્વારા પસંદગી પામનારા રાજ્યના યુવાઓએ બીજી કોઈ પ્રવેશ પરીક્ષા આપવી પડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો


હવે પ્રદેશના યુવાઓએ NRAની પરીક્ષાના માર્ક્સ (Marks) ના આધારે બનતા મેરિટ લિસ્ટ(Merit list) દ્વારા જ રાજ્યમાં નોકરી મળી જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે મધ્ય પ્રદેશ, એનઆરએ (NRA) દ્વારા ભરતી કરાવવાનો નિર્ણય લેનારું પહેલું રાજ્ય છે. તેનાથી પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ (Professional Examination Board)નું કામ અડધાથી પણ ઓછું થઈ જશે. 


Corona Updates: એક જ દિવસમાં કોરોનાના 68 હજાર કરતા વધુ નવા દર્દીઓ, આ 5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ


મુખ્યમંત્રીએ આગળ લખ્યું કે મધ્ય પ્રદેશની શાસકીય નોકરી પર ફક્ત પ્રદેશના યુવાઓનો જ હક રહેશે. અમે એ પહેલેથી નક્કી કરી દીધુ છે. હવે તમારે વાંરવાર પરીક્ષાઓના કારણે થનારા નિરર્થક વ્યય અને ધક્કાફેરામાંથી પણ મુક્તિ મળી જશે. મારા બાળકો તમારું જીવન આનંદમયી અને સારું બને, એ જ મારી પ્રાથમિકતા છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube