CM યોગી બોલ્યા- મુગલ આપણા લાયક નહીં, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમ
મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી.
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુગલ મ્યૂઝિમયનું નામ બદલી દેવામાં આવ્યું છે. આગરાના મુગલ મ્યૂઝિયમનુંનામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિડમય હશે. આગરા જિલ્લાની વિભાગની સમીક્ષા દરમિયાન મુખ્યંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું, આગરામાં બની રહેલા મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામી માનસિકતાના પ્રતીક ચિન્હોને કોઈ સ્થાન નથી. આપણા બધાના નાયક શિવાજી મહારાજ છે. જય હિંદ, જય ભારત.
India-China Standoff: LAC પર ફાઇબર કેબલ બિછાવી રહ્યું છે ચીન, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ઓગસ્ટ મહિનામાં યોગી સરકારે નિર્ણય કર્યો હતો કે શામલીમાં વીર ચક્ર પ્રાપ્ત શહીદ સ્ક્વાડ્રન લીડર મદનપાલ સિંહ ચૌહાણના નામ પર જસાલા-કાંધલા માર્ગનું નામકરણ થશે. તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી પણ આપી દીધી હતી. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માગ હતી. માગ પૂરી થયા બાદ શહીદના પરિવારજનોએ યૂપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube