ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) એ મંગળવારે મોટું નિવેદન આપતા કહ્યું કે, દેશમાં અલ્પસંખ્યક સમુદાયો સહિત વર્ગોના અધિકાર સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકો દુષ્પ્રચાર અને નકલી ન્યૂઝના દ્વારા દેશની એક્તા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ વર્ગોનો વિકાસ થઈ રહ્યો છે અને તેમાં કોઈની પણ સાથે ભેદભાવ થઈ રહ્યો નથી. મંત્રીએ આ ટિપ્પણી એ સમયે કરી છે, જ્યારે ઈસ્લામી દેશોના સંગઠન ઓઆઈસીએ ભારતમાં કથિત ઈસ્લામોફોબિયાની આલોચના કરી છે. 


ગાંધીનગરનો સૌપ્રથમ દર્દી એક મહિનાની સારવાર બાદ આખરે કોરોનામુક્ત બન્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકવીએ સંવાદદાતાઓને કહ્યું કે, એક વાત તો સ્પષ્ટ છે કે, ધર્મનિરપેક્ષતા અને સદભાવ ભારતવાસીઓ માટે ફેશન નથી, પરંતુ જુનૂન છે. તે આપણા દેશની તાકાત છે. આ તાકાતમાં દેશના અલ્પસંખ્યકો સહિત તમામ લોકોના ધાર્મિક, સામાજિક અધિકાર સુરક્ષિત છે. મંત્રીએ જણાવ્યું કે, ભારત મુસલમાનો અને તમામ અલ્પસંખ્યક સમુદાયો માટે સ્વર્ગ છે. 


કોરોનાએ અમદાવાદ બાદ હવે સુરતનો વારો પાડ્યો, આજે સૌથી વધુ કેસમાં સુરત ટોપ પર


નકવીના કહ્યા અનુસાર, સંકટના સમયમાં કેટલાક લોકો દુષ્પ્રચાર અને નકલી ખબરોના માધ્યમથી દેશની આ તાકાતને નબળી કરવાના ષડયંત્રમાં લાગ્યા છે. લોકોને આ ષડયંત્રને લઈને સજાગ રહેવુ જોઈએ. મંત્રીનું કહેવુ છે કે, દેશનો માહોલ ખરાબ કરી રહેલા લોકો ભારતીય મુસલમાનોના મિત્ર ન બની શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર